કારતક મહિનામાં કરી લો તુલસીનો આ ઉપાય, એટલા પૈસા આવશે કે ખોલવું પડશે નવું બેંક એકાઉન્ટ

દિવાળી પછી કારતકનો પવિત્ર મહિનો શરૂ થઇ જશે અને આ મહિનો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીને સમર્પિત હોય છે. આ મહિનામાં ખાસ કરીને તુલસીની પૂજા કરવામાં આવે છે. તુલસીનો છોડ ધનના દેવી માં લક્ષ્મીનું સ્વરૂપ છે. તુલસીની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને ધનની પ્રાપ્તિ થાય છે. જો કારતક મહિનામાં તુલસી સંબંધિત કેટલાક ખાસ કામ કરવામાં આવે તો ધનવાન બનવામાં સમય નથી લાગતો. તમારી આર્થિક તંગી અને દેવા જેવી સમસ્યાઓ દૂર થઈ જશે.

ધન પ્રાપ્તિ માટે તુલસીના ઉપાયઃ કારતક મહિનામાં દરરોજ સવારે તુલસીના છોડને જળ ચઢાવો અને સાંજે ઘીનો દીવો કરો. પરંતુ રવિવાર અને એકાદશીના દિવસે ના તો તુલસીને જળ ચઢાવવું, ન તેને સ્પર્શ કરવું, ન તો તુલસીના પાન તોડવા. તુલસીના છોડની પાસે માત્ર દૂરથી જ દીવો રાખો.

તુલસીને જળ ચઢાવ્યા પછી તેની પ્રદક્ષિણા અવશ્ય કરો. ઓછામાં ઓછી 3 પરિક્રમા કરવી જોઈએ. જો શક્ય હોય તો, બને તેટલી પરિક્રમા કરો – ૭, ૧૧, ૨૧.

કારતક મહિનાના દરેક શુક્રવારે તુલસીને ગાયના દૂધમાં પાણી મિક્સ કરીને અર્પણ કરો. તેનાથી માતા લક્ષ્મી પ્રસન્ન થશે. કુંડળીમાં શુક્ર મજબુત રહેશે, જે ધન અને સમૃદ્ધિ આપનાર ગ્રહ છે. તેનાથી જીવનમાં ધન અને સમૃદ્ધિ વધશે.

કારતક મહિનામાં નહાવાના પાણીમાં કાચું ગાયનું દૂધ અને ગંગાજળ ભેળવીને સ્નાન કરો. માતા લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થશે. આવા વ્યક્તિને ક્યારેય પૈસાની કમી નથી થતી.

કારતક મહિનામાં વહેલી સવારે સ્નાન કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો અને તેમને તુલસીના પાંદડા ચઢાવો. તેનાથી માતા લક્ષ્મી પણ પ્રસન્ન થશે.

દેવઉઠી એકાદશીના બીજા દિવસે તુલસી વિવાહની ઉજવણી કરો. તુલસીજીને બંગડીઓ, સિંદૂર, અંગૂઠામાં વીંટી અને અન્ય સુહાગ સામગ્રી અર્પણ કરો. તેનાથી વિવાહિત જીવનમાં ખુશીઓ જળવાઈ રહે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)