શાસ્ત્રોમાં જણાવેલ છે કે હવન કરવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. ખરાબ શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. હિંદુ ધર્મમાં પ્રાચીન સમયથી જ હવનની પરંપરા છે. કહેવાય છે કે ઘરમાં હવન કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે.
જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ છે કે કોઈ પણ પૂજા- પાઠ અથવા કોઈ ખાસ પ્રસંગે હવન કરવો શુભ માનવામાં આવે છે. તેનાથી પૂજાનું પૂર્ણ ફળ મળે છે. હવન કરવા માટે હવનની સાચી સામગ્રી હોવી ખુબ જરૂરી છે.
શાસ્ત્રો અનુસાર હવન કરતા સમયે અગ્નિમાં હવનની સામગ્રીની આહુતિ આપવામાં આવે છે. હવન દરમિયાન નીકળતો ધુમાડો વાતાવરણ શુદ્ધ કરે છે. હવનની સાથે- સાથે હવન પછી બચેલ ભસ્મનું પણ વિશેષ મહત્વ છે. જ્યોતિષ શાસ્ત્રમાં હવનની ભસ્મના કેટલાક ઉપાયો વિશે જણાવ્યું છે.
જેને કરવાથી ઘરની પ્રગતી થાય છે અને ઘરથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે. ઘણા ઘરોમાં હવનની ભસ્મને સંભાળીને રાખવામાં આવે છે તો કેટલાક લોકો વહેતા પાણીમાં પ્રવાહિત કરી દે છે. હવનની ભસ્મમાં ઘણા ચમત્કારી ગુણ હોય છે. ચાલો જાણીએ તેના વિશે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર હવનની ભસ્મનો ઉપયોગ કરીને ઘરમાં નકારાત્મક શક્તિઓને પ્રવેશ કરવાથી રોકી શકાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હવનની ભસ્મને વ્યવસાય સ્થળ અને ઘરની ચારે તરફ છંટકાવ કરવાથી ત્યાં હાજર નકારાત્મક શક્તિઓ દૂર થઇ જાય છે.
ઘણી વાર ઘરના વરિષ્ઠો તેલ અથવા મીઠાંની મદદથી નજર દોષ દૂર કરે છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં જણાવેલ છે કે નજર દોષ દૂર કરવા માટે હવનની ભસ્મનો પણ ઉપયોગ કરી શકાય છે. વાસ્તુ શાસ્ત્રમાં જણાવેલ છે કે ઘરના સભ્યોને નજર દોષથી બચાવવા માટે હવનની ભસ્મનો ટીકો લગાવવામાં આવે છે. આ ઉપાયથી ખરાબમાં ખરાબ નજર દૂર થાય છે અને નજર દોષથી મુક્તિ મળે છે.
ઘરમાં ધન અને આશીર્વાદ મેળવવા માટે હવન પછી જ ભસ્મને કાળજીપૂર્વક રાખો. ત્યાર પછી રાખ ઠંડી થયા પછી તેને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. આ ઉપાય કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિને ધન સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો નથી પડતો.
જો કોઈ વ્યક્તિને રાત્રે ડરામણા સપના આવે છે તો તેને હવનની ભસ્મથી પણ દૂર કરી શકાય છે. રાત્રે હવનની ભસ્મ લગાવીને સૂઈ જાઓ તો રાત્રે ડરામણા સપના આવતા બંધ થઈ જાય છે. આ ઉપાય સતત ચાર દિવસ સુધી કરવાથી વ્યક્તિને ડરામણા સપના આવવાનું બંધ થઈ જાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)