રસોડામાં આ દિશામાં રાખેલો ગેસ સ્ટવ લઇ આવે છે બમ્પર પૈસો, જીવનમાં ક્યારેય નથી થતી પૈસાની કમી

વાસ્તુ શાસ્ત્રમાં દિશાઓનું ઘણું મહત્વ રહેલું છે. જો ઘર વાસ્તુ પ્રમાણે બને તો સકારાત્મકતા આવે છે જેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, પરિવારના સભ્યો સાથે રહે છે અને વ્યક્તિની પ્રગતિ થાય છે. બીજી તરફ જો ઘર વાસ્તુ પ્રમાણે ન બને અથવા ઘરમાં વાસ્તુ દોષ હોય તો વ્યક્તિને જીવનભર અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પૈસાની અછત રહે છે, ઘરમાં રોજ ઝઘડા થાય છે.

વાસ્તુ શાસ્ત્રમાં ઘરના રસોડાને લગતા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. રસોડું કઈ દિશામાં રાખવું જોઈએ અને સ્ટવ ક્યાં રાખવું જોઈએ તેના સંબંધમાં કેટલીક બાબતો જણાવવામાં આવી છે જો તેનું પાલન ન કરવામાં આવે તો ઘરમાં વાસ્તુ દોષો ઉત્પન્ન થાય છે. તો ચાલો જાણીએ રસોડાને લગતી વાસ્તુ ટિપ્સ વિશે.

ગેસ સ્ટવ માટે વાસ્તુ ટિપ્સઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર, મંદિર પછી ઘરના રસોડામાંથી મહત્તમ સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, તેથી રસોડામાં વાસ્તુ દોષ હોવાને ઘરમાં નકારાત્મકતાનો નિવાસ માનવામાં આવે છે. વાસ્તુમાં રસોડું કઈ દિશામાં બને છે તેનું ઘણું મહત્વ રહેલું છે. વાસ્તુ અનુસાર રસોડું હંમેશા દક્ષિણ- પૂર્વ દિશામાં હોવું જોઈએ.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડાની દિશાની સાથે એ પણ જાણવું જરૂરી છે કે ગેસનો ચૂલો કઈ દિશામાં મૂક્યો છે. વાસ્તુ અનુસાર રસોડામાં ગેસનો ચૂલો હંમેશા પૂર્વ દિશામાં હોવો જોઈએ. એવું કહેવાય છે કે તેવું કરવાથી ઘરમાં ક્યારેય આર્થિક સંકટ નથી આવતું.

વાસ્તુ શાસ્ત્ર અનુસાર રસોડામાં રસોઈ બનાવતી વખતે રસોઈ કરનાર વ્યક્તિએ હંમેશા પૂર્વ દિશા તરફ મુખ કરવું જોઈએ, તેને શુભ માનવામાં આવે છે. જ્યારે પશ્ચિમ તરફ મુખ રાખીને ભોજન રાંધવાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થાય છે.

રસોડામાં માતા અન્નપૂર્ણાનો વાસ માનવામાં આવે છે, તેથી રસોડામાં ક્યારેય ગંદકી ના હોવી જોઈએ. રાત્રે રસોડામાં ગંદા વાસણો મૂકીને ના સૂવું જોઈએ. વ્યક્તિએ હંમેશા ગંદા વાસણો સાફ કર્યા પછી જ સૂવું જોઈએ. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)