Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
સામાન્ય દેખાતી ગરોળી તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો શું કરવું પડશે - Gujarat Beat

સામાન્ય દેખાતી ગરોળી તમને બનાવી શકે છે કરોડપતિ, જાણો શું કરવું પડશે

આજકાલ દરેક ઘરની આસપાસ ગરોળી હોવી સામાન્ય વાત છે. જ્યારે પણ લોકો આ ગરોળીને જુએ છે તો કેટલાક તેને મારીને ભગાડવાની કોશિશ કરે છે તો કેટલાક તેના પર બહુ ધ્યાન નથી આપતા અને ગરોળીને નજરઅંદાજ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા ઘરની આ સાધારણ જ દેખાતી ગરોળી તમને કરોડપતિ બનાવી શકે છે.

વાસ્તવમાં આપણા ધર્મમાં ગરોળીને શુભ માનવામાં આવે છે. તેને ઘરમાં સંપત્તિ લાવનારી દૂત કહેવાય છે. હવે તમે કહેશો કે અમારા ઘરમાં તો ઘણી ગરોળી પડી રહે છે પણ અમને તો ધનની પ્રાપ્તિ નથી થઇ. તો જુઓ ભાઈઓ અને બહેનો, એવું છે કે જીવનમાં કંઈપણ મેળવવા માટે થોડી મહેનત તો કરવી જ પડે ને.

ગરોળી તમારા ઘરમાં એમનમ પૈસાની વર્ષા નથી કરતી, પરંતુ તમારે આ ગરોળીની પૂજા યોગ્ય નિયમો અનુસાર કરવી જોઈએ, તો દેવી લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા ઘરમાં ધનનો વરસાદ કરશે. જો તમને ઘરમાં ગરોળી દેખાય તો ધન પ્રાપ્તિ માટે કરો આ કામ: જ્યારે પણ તમે ઘરમાં ગરોળી જુઓ તો તેને સાવરણીથી મારીને ભગાડશો નહીં, પરંતુ દોડીને પૂજા ગૃહમાં કે ઘરના મંદિરમાં જાઓ અને ત્યાંથી કંકુ, હળદર, ચોખા લઈ આવો.

આ પછી તમારે દૂરથી આ ગરોળી પર હળદર, કંકુ, ચોખા ચડાવવા પડશે. તે જોરથી ઘા કરીને ગરોળી તરફ ના ફેંકવું નહીંતર તે ભાગી જશે. હવે બે અગરબત્તીઓ પ્રગટાવો અને ગરોળીની તરફ મુખ રાખીને આ મંત્ર સાત વખત બોલો “ઓમ હ્રીં હ્રીં શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ.” (“ॐ ह्रीं ह्रीं श्री लक्ष्मी वासुदेवाय नम:”) આ પછી તે અગરબત્તીને લક્ષ્મી માતાની મૂર્તિ અથવા પ્રતિમાની સામે લગાવી દો.

હવે લક્ષ્મી માં પાસે આસન પાથરીને બેસી જાઓ અને આ મંત્રનો ૧૦૮ વાર જાપ કરો. “ઓમ શ્રીં હ્રીં ક્લીં શ્રી સિદ્ધ લક્ષ્માય નમઃ” (“ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:”) જો તમે શુક્રવારે આ ઉપાય કરશો તો તમને ફળની પ્રાપ્તિ જલ્દી થાય છે.. દેવી લક્ષ્મીને એ વાત ગમે છે કે તમે એક સાદી અને સાધારણ ગરોળીને પણ મહત્વ આપો છો.

તેને મારવા, ભગાડી જવા અથવા હેરાન કરવાને બદલે આ નાના પ્રાણીનો પણ આદર કરો છો. તેનાથી લક્ષ્મી માં ને ખબર પડે છે કે તમારું મન સ્વચ્છ છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો નિવાસ રહે છે. જો તમે સાત શુક્રવાર સુધી આ ઉપાય કરશો તો તમને ધનવાન થવાથી કોઈ રોકી શકશે નહીં.