ગ્રહ- નક્ષત્રની દશા અને દિશાનો પ્રભાવ દરેક વ્યક્તિ પર પડે છે. જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા એવા ઉપાય જણાવ્યા છે જેમના ઉપયોગથી ગ્રહોને શાંત કરી શકાય છે. રસોડામાં ઉપયોગી ઘણા મસાલા પણ તેના ઉપયોગમાં આવે છે. તે મસાલામાં તજના ઉપયોગને ખૂબ જ ખાસ માનવામાં આવે છે.
જ્યોતિષ શાસ્ત્રમાં તજનો ઉપયોગ પોતાના ઘરની ખુશીઓ અને સંપન્નતા માટે કરવામાં આવે છે. તજનો પ્રયોગ મંગળ અને શુક્ર ગ્રહને પણ યોગ્ય કરે છે. ચાલો જાણીએ તજ સંબંધિત કેટલાક ખાસ ઉપાયો વિશે
તજના ચમત્કારી ઉપાય: જો તમે આર્થિક સમસ્યાથી પરેશાન છો તો તજના ઉપાયો તમારા ઘણા કામ આવી શકે છે. તજનો પાવડર બનાવો અને તેની ઉપર ઉલ્ટી દિશામાં અગરબત્તી ફેરવો. ત્યાર પછી આંખ બંધ કરીને ધન વૃદ્ધિની પ્રાથના કરો.
તજના પાવડરને એક કાગળમાં વીંટાળીને તમારા પાકીટ અથવા તિજોરીમાં રાખો. વધેલા પાવડરને તમારા પૂજા સ્થળ પર રાખો. દરેક બીજા દિવસે તે પાવડરને બદલવો. તેનાથી તમારી પૈસા સંબંધિત દરેક સમસ્યાઓ દૂર થશે અને તમારા ધનમાં વધારો થવા લાગશે.
વ્યવસાયમાં પ્રગતિ માટે તજના ઉપાયો ઘણા ઉપયોગી માનવામાં આવે છે. તજના પાવડરને હાથમાં લઈને ઘર, વ્યવસાય અથવા દુકાનના મુખ્ય દરવાજે અંદરની તરફ મસ્તક રાખીને ઉભા રહો. હવે તે પાવડરને અંદરની બાજુ ફૂંક મારીને ઉડાડી દો. આ ઉપાય કરતી વખતે ભગવાનથી વ્યવસાયમાં પ્રગતિની પ્રાથના કરો. તેનાથી વ્યવસાયમાં ઝડપી સફળતા મળશે.