કેટલીક જૂની વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મક ઉર્જા આવે છે. તેવી વસ્તુઓ રાખવાથી ગ્રહોનો ખરાબ પ્રભાવ પડે છે. ઘરમાં રાખેલ તે જૂની વસ્તુઓ જીવનમાં અડચણોનું કારણ બને છે. ઘણા લોકો ઘરમાં જૂની અને તૂટેલી વસ્તુઓ રાખે છે. તેવી વસ્તુઓ રાખવાથી ઘરમાં પરેશાનીઓ આવી શકે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં સુખ- શાંતિની પાછળ આપણા ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓનું પણ મહત્વ છે.
ઘરમાં રાખવામાં આવેલી વસ્તુઓમાં સકારાત્મક અને નકારાત્મક ઉર્જા હોય છે. ઘરમાં નકારાત્મક ઉર્જાવાળી વસ્તુઓ રાખવી અશુભ સાબિત થઈ શકે છે. તે વસ્તુઓ રાખવાથી ગ્રહોની સ્થિતિ બગડી શકે છે. ચાલો જાણીએ ઘરમાં કઈ વસ્તુઓ ના રાખવી જોઈએ.
સીલાઇ મશીન: આજકાલ સિલાઈ મશીનનો ઉપયોગ ઘણા ઓછા લોકો કરે છે. જ્યારે ઉપયોગ ના હોય ત્યારે સિલાઈ મશીન સ્ટોર રૂમમાં રાખવામાં આવે છે. આવી રીતે ખરાબ મશીનમાં રાહુ અને શનિનો વાસ થાય છે. તે સિલાઈ મશીન રાખવાથી ઘરમાં નકારાત્મકતાનો વાસ થવા લાગે છે.
પિત્તળના વાસણ: ઘણા લોકો પિત્તળના જૂના વાસણો સ્ટોર રૂમમાં અથવા રસોડામાં રાખે છે. જો આ વાસણોનો ઉપયોગ ના થતો હોય તો જૂના પિત્તળના વાસણો ના રાખવા જોઈએ. અંધારામાં રાખવામાં આવેલા પિત્તળના વાસણોમાં શનિનો વાસ થાય છે. તેવા વાસણો જીવનમાં સમસ્યાઓનું કારણ બની શકે છે.
જુના પલંગ: પલંગને વર્ષો સુધી સંભાળીને રાખવામાં આવે છે. જો પલંગને વગર કામના રાખવામાં આવે અને સમયાંતરે તેની સફાઈ ના કરવામાં આવે તો ઉધઈ લાગે છે. આવા ગંદા પલંગ રાખવાથી બુધ ગ્રહની સ્થિતિ બગડે છે. બુધ ગ્રહ ખરાબ થવાના કારણે બાળકોના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.
કાટવાળી વસ્તુઓ: જૂની લોખંડ કે સ્ટીલની વસ્તુઓ જે કોઈ નથી કામની તે ઘરના સ્ટોર રૂમમાં રાખવામાં આવે છે. સ્ટોર રૂમમાં વર્ષોથી પડેલો સામાનને કાટ લાગ્યો હોય છે. આવી વસ્તુઓ રાખવાથી ઘરમાં કળેશ વધે છે. કાટ લાગેલા હથિયાર રાખવા એ વધુ ખતરનાક છે.
તેવી વસ્તુઓ રાખવાથી નકારાત્મકતા વધે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)