Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
ધન મેળવવાનો શક્તિશાળી મંત્ર, જાપ કરતા જ થાય છે ચમત્કાર.. માં લક્ષ્મી કરે છે માલામાલ - Gujarat Beat

ધન મેળવવાનો શક્તિશાળી મંત્ર, જાપ કરતા જ થાય છે ચમત્કાર.. માં લક્ષ્મી કરે છે માલામાલ

જે લોકો પર માતા લક્ષ્મીના આશીર્વાદ હોય છે, તેઓ સુખ, શાંતિ અને આનંદથી જીવન જીવતા હોય છે. તેમની પાસે પુષ્કળ ધન- વૈભવ છે અને કોઈ પણ વસ્તુની કમી નથી રહેતી હોતી. તેઓને ઘણું સન્માન પણ મળે છે. એટલા માટે દરેક વ્યક્તિ દેવી લક્ષ્મીની પૂજા કરીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરતા હોય છે. આજે અમે તમને એવા જ કેટલાક મંત્રો જણાવવા જઈ રહ્યા છીએ, જેના જાપ કરવાથી દેવી લક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે.

ખૂબ જ અસરકારક હોય છે આ મંત્ર: ઋણમાંથી મુક્તિ મેળવવાનો મંત્રઃ એવા લોકો કે જેઓ કોઈ કારણસર દેવાના બોજામાં દબાયેલા હોય અને તેઓ તેનાથી મુક્તિ મેળવી નથી શકતા, તેઓ દરરોજ ‘ऊं ह्रीं श्री क्रीं क्लीं श्री लक्ष्मी मम गृहे धन पूरये, धन पूरये, चिंताएं दूरये-दूरये स्वाहा’ મંત્રનો જાપ કરો. ટૂંક સમયમાં તમને દેવામાંથી મુક્તિ મળી જશે.

ધન પ્રાપ્તિનો મંત્રઃ જો તમે તમારા ઘરને ધન- સંપત્તિથી ભરી દેવા માંગતા હોવ તો ‘पद्मानने पद्म पद्माक्ष्मी पद्म संभवे तन्मे भजसि पद्माक्षि येन सौख्यं लभाम्यहम्’ મંત્રનો જાપ સ્ફટિકની માળાથી કરો. સફળતા મેળવવાનો મંત્ર: જીવનમાં ઘણી સફળતા અને પ્રગતિ મેળવવા માટે ‘ऊं श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम:’ મંત્રનો જાપ કરો.

આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવાનો મંત્રઃ જો તમે આર્થિક સંકટમાં ફસાયેલા છો અને તમામ પ્રયાસો પછી પણ તમારી આર્થિક સ્થિતિ સારી નથી થઈ રહી તો કમળગટ્ટાની માળા વડે ‘धनाय नमो नम:’ और ‘ऊं धनाय नम:” મંત્રનો જાપ કરો. . થોડા જ સમયમાં રાહત મળશે.

માં લક્ષ્મીની કૃપા મેળવવાનો મંત્રઃ જો તમે ઈચ્છતા હોવ કે માં લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં નિવાસ કરે તો કુશના આસન પર બેસીને ‘ओम लक्ष्मी नम:” મંત્રનો જાપ કરો.

શુભ કાર્યમાં સફળતા મેળવવાનો મંત્ર: કોઈપણ શુભ કાર્ય અથવા કોઈ મહત્વપૂર્ણ કાર્ય માટે ઘરની બહાર નીકળતા પહેલા ‘ऊं ह्रीं ह्रीं श्री लक्ष्मी वासुदेवाय नम:’ મંત્રનો જાપ કરો.

પતિ- પત્નીના સંબંધોને મજબૂત કરવાનો મંત્ર: પતિ- પત્નીના સંબંધને મજબૂત કરવા માટે લક્ષ્મી નારાયણ નમઃ મંત્રનો જાપ કરો. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)