મની પ્લાન્ટમાં બાંધી દો આ એક વસ્તુ, રાતોરાત થશે કમાલ! ભરી ભરીને વરસશે પૈસા

ઘરમાં લગાવેલ છોડ ઘરની સુંદરતા નહી ઉર્જા પર ખુબ જ પ્રભાવ પાડે છે. ઉર્જાના આધારે જ જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્રમાં છોડને શુભ- અશુભ માનવામાં આવે છે. તેમાં તુલસીનો છોડ અને મની પ્લાન્ટને ખુબ જ શુભ માનવામાં આવે છે. તુલસીનો છોડ પૂજનીય છે અને સુખ- સમૃદ્ધિ આપે છે.

સાથે જ મની પ્લાન્ટના નામથી જ જાહેર છે કે તેને ધન આકર્ષવાનો છોડ માનવામાં આવે છે. તેથી તુલસી અને મની પ્લાન્ટ વગેરેને લઈને ધર્મ અને વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક ખાસ નિયમો પણ જણાવ્યા છે. ચાલો જાણીએ મની પ્લાન્ટની મદદથી ઝડપી ધન મેળવવાના નિયમો.

મની પ્લાન્ટમાં આ વસ્તુ બાંધવાથી જ થશે ચમત્કાર: ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી પરિવારના સભ્યોની આવક વધે છે અને પ્રગતિના માર્ગ ખુલે છે. જો મની પ્લાન્ટને યોગ્ય જગ્યાએ યોગ્ય રીતે રાખવામાં આવે તો તે ખૂબ જ ઝડપથી ફળ આપે છે અને આર્થિક સ્થિતિને મજબૂત બનાવે છે.

તે માટે મની પ્લાન્ટ પર લાલ રંગનું રબળ અથવા રેશમી દોરો બાંધો. તેમ કરવાથી ઝડપથી પ્રગતિ થશે, પૈસા અને પ્રસિદ્ધિ મળશે. તેનાથી આર્થિક તંગી નથી આવતી. નોકરી- વ્યાપારની પ્રગતિમાં આવતા અવરોધો દૂર થાય.

મની પ્લાન્ટ લગાવતા સમયે આ વાતોનું પણ રાખો ધ્યાન: મની પ્લાન્ટ લગાવવાનો પૂરેપૂરો લાભ ત્યારે જ મળે છે જ્યારે તેને લગતા જરૂરી નિયમોનું પાલન કરવામાં આવે. મની પ્લાન્ટ હંમેશા દક્ષિણ દિશામાં લગાવો. તેને ઉત્તર કે પૂર્વ દિશામાં ક્યારેય ના લગાવો.

મની પ્લાન્ટને કયારેય પણ પ્લાસ્ટિકના વાસણમાં કે પ્લાસ્ટિકની બોટલમાં ના લગાવો. મની પ્લાન્ટને લીલા રંગની કાચની બોટલ અથવા માટીના વાસણમાં લગાવો. મની પ્લાન્ટની વેલને જમીન પર ફેલાવવા ના દો પરંતુ તેને ટેકો આપીને ઉપરની તરફ રાખો. મની પ્લાન્ટનો વધતો વેલ પ્રગતિ આપે છે.

શુક્રવારના દિવસે મની પ્લાન્ટમાં કાચું દૂધ મિક્સ કરીને પાણી નાખો. તેમ કરવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થઈને ખુબ જ ધન- સંપત્તિ આપે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)