વાસ્તુ શાસ્ત્રમાં ઘર સંબંધિત વાસ્તુ નિયમો વિશે માહિતી આપવામાં આવતી હોય છે પરંતુ તેની સાથે ઘર સુધી સકારાત્મક ઉર્જા લાવવા માટે તમે તમારી આસપાસ કેવા ફેરફારો કરી શકો છો તેની પણ માહિતી આપવામાં આવેલી છે. વાસ્તુ શાસ્ત્રમાં તેવા ઘણા ઉપાયો વિશે માહિતી આપવામાં આવેલી છે, જે ઘરની સકારાત્મક ઉર્જા વધારવાનું કામ કરતા હોય છે.
આજકાલ ઇન્ડોર પ્લાન્ટ્સનો ઘણો ટ્રેન્ડ વધેલો છે. લોકો પોતાના ઘર કે ઓફિસમાં ઇન્ડોર છોડ લગાવવાનું પસંદ કરતા હોય છે. તેનાથી ઘરની સુંદરતા તો વધે જ છે સાથે જ સકારાત્મક ઉર્જા પણ આવતી હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ કેટલાક એવા છોડનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, જેને ઘરની અંદર લગાવવાથી સુખ અને સકારાત્મક ઉર્જા આવે છે.
આ સાથે વાસ્તુમાં કેટલાક એવા છોડ પણ જણાવવામાં આવ્યા છે જે ઘરમાં લગાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત બનતી હોય છે. તમે દરેક ઘરમાં મની પ્લાન્ટ તો જોયો જ હશે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્રાસુલાનો છોડ મની પ્લાન્ટ કરતાં પણ ઝડપથી તેની સકારાત્મક અસર દર્શાવે છે. આવો જાણીએ વાસ્તુ શાસ્ત્ર અનુસાર આ છોડને કઈ દિશામાં લગાવવો જોઈએ અને આ છોડના ફાયદા શું હોય છે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, કેટલાક છોડ એવા છે જે ઘરની સકારાત્મક ઉર્જા વધારવાની સાથે- સાથે સારી આર્થિક સ્થિતિ માટે પણ મદદરૂપ થતા હોય છે. ઘરમાં મની પ્લાન્ટ લગાવવાથી સુખ- સમૃદ્ધિ આવે છે. એવી જ રીતે ઘરમાં કે કામના સ્થળે ક્રાસુલાનો છોડ લગાવવાથી ધનની આવક વધતી હોય છે.
ક્રેસુલાને લકી પ્લાન્ટ, જેડ પ્લાન્ટ અથવા ગુડ લક પ્લાન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. વાસ્તુ સિવાય ફેંગશુઈમાં પણ તેનું વિશેષ મહત્વ છે. કહેવાય છે કે આ છોડને ઘરમાં લગાવવાથી આર્થિક સ્થિતિ મજબૂત રહેતી હોય છે.
જો તમે ઓફિસમાં તણાવમુક્ત રહેવા માંગતા હોવ અને સાથે જ તમને પ્રમોશનની પણ ઈચ્છા હોય તો તમારે તમારા કાર્યસ્થળમાં દક્ષિણ- પશ્ચિમ દિશામાં ક્રેસુલાનો છોડ રાખવો જોઈએ. ક્રેસુલાને આ દિશામાં રાખવાથી તમને તમારા દરેક કાર્યોમાં સફળતા મળવા લાગશે.
વાસ્તુ શાસ્ત્ર અનુસાર ક્રેસુલાના છોડને ધનનો છોડ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ઘરમાં લગાવવાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓથી મુક્તિ મળે છે. એટલું જ નહીં આવકના નવા સ્ત્રોત પણ તમારી પાસે આવી શકે છે.
ઘરમાં ક્રેસુલાનો છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ જળવાઈ રહે છે, પરંતુ તેને યોગ્ય દિશામાં લગાવવો ખૂબ જ જરૂરી હોય છે. તમે તેને ઘરના મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુએ મૂકી શકો છો. તેમ કરવાથી ઘરમાં ધનનો પ્રવાહ જળવાઈ રહે છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત બીટ કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતું. કોઈપણ જાણકારી અથવા માન્યતાને અમલમાં લાવતા પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.