મની પ્લાન્ટ વાસ્તુ: ચુંબકની જેમ પૈસા ખેંચે છે આ છોડ, પણ ગરીબ કરી દે છે આ ભૂલો

ઘરમાં મની પ્લાન્ટ હોવાથી સુખ- સમૃદ્ધિમાં વધારો કરે છે. ધન આપવાના કારણે આ છોડનું નામ મની પ્લાન્ટ પડયું છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં મની પ્લાન્ટ હોય છે ત્યાં હંમેશા માં લક્ષ્મીજીની કૃપા જળવાઈ રહે છે. જો કે મની પ્લાન્ટ લગાવવામાં ઘણી ભૂલો ધન લાભની જગ્યાએ નુકસાન કરાવી શકે છે. જો ઘરમાં મની પ્લાન્ટ હોય તો કેટલાક જરૂરી નિયમોનું જરૂર ધ્યાન રાખો.

મની પ્લાન્ટ હંમેશા દક્ષીણ- પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. તેમ કરવું ઘરમાં સુખ- સમૃદ્ધિ લાવે છે. ધન આગમનના નવા રસ્તા ખુલે છે. આર્થિક સ્થિતિ મજબૂત રહે છે. ક્યારેય પણ પૈસાની અછત નથી થતી. ઉત્તર દિશામાં લગાવવો ખુબ જ નુકસાન કરાવી શકે છે.

મની પ્લાન્ટના પાંદડાને ક્યારેય પણ જમીન પર ના રહેવા દો. હંમેશા મની પ્લાન્ટના પાંદડાને ટેકો આપીને ઉપર તરફ જ રાખો. તેનાથી ઘરના સભ્યોને ઝડપી પ્રગતી મળે છે. કરિયરમાં નવા- નવા અવસરો મળે છે.

મની પ્લાન્ટને ક્યારેય પણ ઘરની બહાર ના લગાવવો જોઈએ. મની પ્લાન્ટને ઘરની અંદર લગાવવો ખુબ જ શુભ હોય છે. સાથે જ તેને બાથરૂમ પાસે લગાવવાની ભૂલ પણ ના કરવી જોઈએ અન્યથા નુકસાન ભોગવવું પડી શકે છે.

મની પ્લાન્ટની આજુબાજુ ક્યારેય પણ કાંટાદાર છોડ ના રાખવા જોઈએ. જો કે ઘરમાં કાંટાદાર છોડ ક્યારેય પણ ના રાખવા જોઈએ. તેમ કરવું ઘરોમાં પૈસાની તંગી, કલેશ- ઝગડાનું કારણ બને છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)