દરેક વ્યક્તિ ધન, કીર્તિ અને સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખતો હોય છે. આ માટે લોકો ધનના દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે તેની પૂજા કરે છે. આ સિવાય વાસ્તુ શાસ્ત્ર, જ્યોતિષ અને લાલ કિતાબમાં માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટેના ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે. સાવરણીના કરવામાં આવતા ઉપાયો ખૂબ જ ખાસ હોય છે.
જો સાવરણી સાથે જોડાયેલા ઉપાય કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપાથી ધનવાન બનવામાં સમય નથી લાગતો. હકીકતમાં માં લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ હોય છે અને જો સફાઈ માટે ઉપયોગમાં લેવાતા સાવરણીનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે અને તેનાથી સંબંધિત વાસ્તુ નિયમોનું પાલન કરવામાં આવે તો ઘરમાં ધન અને સમૃદ્ધિ ઝડપથી વધે છે. પૈસાની તિજોરી ભરેલી રહે. ચાલો જાણીએ સાવરણીના ઉપાયો વિશે. સાવરણી સાથે જોડાયેલા આ ઉપાયો તમને ધનવાન બનાવશે
ઝાડુ મારવાનો યોગ્ય સમયઃ માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે જરૂરી છે કે માત્ર ઘર હંમેશા સાફ જ ના રહે, પરંતુ ઘર સાફ કરવાનો સમય પણ યોગ્ય હોવો જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘર સાફ કરવાનો યોગ્ય સમય સૂર્યોદય પછીથી લઈને સૂર્યાસ્ત પહેલા એક કલાકનો છે.
દિવસના આ કલાકોમાં હંમેશા ઘર સાફ કરો. ખાસ કરીને સૂર્યાસ્ત પછી અને રાત્રે ઝાડુ મારવાની ભૂલ ના કરો. આ સમયે ઘરમાં માં લક્ષ્મીનું આગમન થાય છે, આ સમયે જો કોઈ ઘરમાં ઝાડુ કરે છે તો માતા ક્રોધિત થઈ જાય છે અને ઘરમાં ક્યારેય નિવાસ નથી કરતા.
સાવરણી રાખવાની જગ્યાઃ સાવરણી ઘરમાં એવી જગ્યાએ રાખવી જોઈએ, જ્યાં કોઈ બહારની વ્યક્તિ તેને જોઈ ન શકે. આ સિવાય રસોડામાં, બેડરૂમમાં, પૂજા રૂમમાં ક્યારેય સાવરણી ન રાખવી. તેવી જ રીતે મુખ્ય દરવાજા પાસે સાવરણી રાખવી, તિજોરી અને તુલસીજીની પાસે કે નીચે સાવરણી રાખવી ખૂબ જ અશુભ ગણાય છે. આ ભૂલોથી ઘરમાં ધનનો પ્રવાહ અટકે છે.
કયા દિવસ સાવરણી ખરીદવી જોઈએ? નવી સાવરણી ખરીદવા માટે મંગળવાર અને શુક્રવાર ખૂબ જ શુભ દિવસ ગણાય છે. આ સિવાય ધનતેરસ અને દિવાળીની સવારે સાવરણી ખરીદવી શુભ છે. શનિવારથી હંમેશા નવી સાવરણીનો ઉપયોગ કરવાનું શરૂ કરવું જોઈએ. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)