Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
ઘરની આ દિશામાં મોરપીંછ રાખવાથી ખુલી જાય છે બંધ કિસ્મતના તાળા - Gujarat Beat

ઘરની આ દિશામાં મોરપીંછ રાખવાથી ખુલી જાય છે બંધ કિસ્મતના તાળા

હિંદુ ધર્મ અને જ્યોતિષ- વાસ્તુ શાસ્ત્રમાં મોરપીંછને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ભગવાન કૃષ્ણને મોરનાં પીંછાં ખૂબ જ પ્રિય છે અને તેઓ હંમેશા પોતાના માથા પર મોરપીંછ પહેરે છે. વાસ્તુ શાસ્ત્રમાં મોરપીંછના અનેક ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. ઘરમાં યોગ્ય સ્થાન પર મુકેલું મોરપીંછ કિસ્મત ચમકાવી શકે છે.

ધન અને સૌભાગ્યમાં વધારો થાય છેઃ ઘરમાં મોર પીંછા રાખવાથી ઘણા ચમત્કારી ફાયદા થાય છે. વાસ્તુ અનુસાર ઘરમાં મોર પીંછા રાખવાથી ધનમાં વધારો થાય છે. વાસ્તુ દોષથી રાહત મળે છે. સદનસીબ ઘરમાં દસ્તક આપે છે. સકારાત્મકતા રહે છે.

મોરપીંછ રાખવાની સાચી દિશાઃ આમ તો ઘરમાં મોરપીંછ રાખવાની સાચી દિશા ઘરની પૂર્વ કે ઉત્તર- પશ્ચિમ દિશા હોય છે. તેનાથી રાહુ દોષ દૂર થાય છે. સાથે જ જીવનની ઘણી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.

ધન વૃદ્ધિ માટે મોરપીંછને તિજોરીમાં રાખોઃ આર્થિક સ્થિતિ સુધારવા માટે તિજોરીમાં મોરપીંછ રાખવા જોઈએ. તેના માટે મોરપીંછને તિજોરીની અંદર ઊભું કરીને રાખો. જેના કારણે તિજોરીમાં ધન વધતું જાય છે.

મોરપીંછ એકાગ્રતા પણ વધારે છેઃ મોરપીંછ જ્ઞાનના દેવી સરસ્વતી સાથે પણ સંબંધિત છે. માતા સરસ્વતીને પણ મોરપીંછ ખૂબ જ પ્રિય હોય છે. તેથી, એકાગ્રતા અને યાદશક્તિ વધારવા માટે, સ્ટડી ટેબલ પાસે એક કે બે મોરપીંછ લગાવો.

ઘરમાં સુખ-શાંતિ રહેશેઃ જો ઘરમાં વારંવાર ઝઘડા થતા હોય અથવા પતિ- પત્નીના સંબંધોમાં કોઈ સમસ્યા હોય તો તેના માટે પણ મોરનું પીંછું કારગર સાબિત થઈ શકે છે. પારિવારિક વિવાદોથી છુટકારો મેળવવા માટે બેઠક રૂમની પૂર્વ દિશામાં સાત મોર પીંછનો ગુચ્છો રાખો.

સુખી દામ્પત્ય જીવન માટે બેડરૂમની દીવાલ પર બે મોરપીંછ લગાવો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)