ભારતના સૌથી ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણી રાજા-મહારાજાઓ જેવું જીવન જીવે છે. તેમની પાસે મુંબઈમાં એક વૈભવી ઘર ‘એન્ટીલિયા’ છે, જે વિશ્વના રોયલ રેસિડેન્સ બકિંગહામ પેલેસ પછી બીજા ક્રમે આવે છે. અંબાણીના ૧૫,૦૦૦ કરોડ રૂપિયાના આ લક્ઝરી હાઉસની સામે ફાઈવ સ્ટાર કે સેવન સ્ટાર હોટેલોનું પણ કઈ ના આવે.
તમને જાણીને નવાઈ લાગશે કે આ સુંદર જગ્યાની સાર સંભાળ રાખવા માટે ૬૦૦ નોકર તેમના ઘરમાં ૨૪ કલાક કામ કરે છે. એટલું જ નહીં અંબાણીના ઘરમાં કામ કરતા વર્કર્સની જિંદગીને મામુલી ના સમજો. તે બધા કર્મચારીઓ વૈભવી જીવન જીવે છે. આ બધું જાણીને તમે વિચારતા જ હશો કે કેમ ના બધુ છોડીને અંબાણીના ઘરે નોકરી કરી લઈએ પરંતુ ‘એન્ટીલિયા’ એટલે કે મુકેશ અંબાણીના ઘરમાં નોકરી મેળવવી એ દરેક વ્યક્તિની કક્ષાની વાત નથી. અહીં નોકરી મેળવવા માટે તમારે ઘણી પરીક્ષાઓ પાસ કરવી પડે છે.
મુકેશ અંબાણીના ઘરમાં નોકરીઓ: એન્ટિલિયા મુંબઈમાં અલ્ટામાઉન્ટ રોડ પર સ્થિત છે, જે ભારતના સૌથી વૈભવી રહેણાંક વિસ્તારોમાંનું એક છે. આ વિસ્તારના પ્રોપર્ટીના દરો પ્રતિ સ્ક્વેર ફૂટ ૮૦ હજાર રૂપિયાથી ૮૫ હજાર રૂપિયા પ્રતિ ચોરસ ફૂટની વચ્ચે છે. આ ૨૭ માળની ઇમારત ૫૭૦ ફૂટ ઊંચી છે. ત્યાં એક પ્રવેશ હોલ પણ છે જ્યાં સુરક્ષા, અંગરક્ષકો અને અન્ય સહાયકો ચિલ અને રિલેક્સ કરી શકે છે.
આ ઘર એક હેલ્થ સ્પા, સલૂન, બૉલરૂમ, ત્રણ સ્વિમિંગ પૂલ, યોગા અને ડાન્સ સ્ટુડિયોથી સજ્જ છે. તેમાં એક આઈસ્ક્રીમ પાર્લર, એક મોટું મંદિર અને એક ખાનગી થિયેટર પણ છે, જેમાં ૫૦ લોકોની જગ્યા છે. બિલ્ડિંગનો છઠ્ઠો માળ પાર્કિંગ માટે ડેડીકેટેડ છે, જેમાં લગભગ ૧૬૮ કાર પાર્ક કરવામાં આવી છે. ઘરમાં નવ લિફ્ટ છે. રસપ્રદ વાત એ છે કે ઘરમાં આવતા મહેમાનો અને અંબાણીના પરિવારના લોકો માટે અલગ અલગ લિફ્ટની વ્યવસ્થા છે.
અંબાણીના ઘરમાં નોકરી મેળવવી સરળ નથીઃ મુકેશ અંબાણીના ઘરમાં નોકરી કઈ એમ જ નથી મળી જતી. સૌથી પહેલા અંબાણીના ઘરમાં કામ કરવા માટે અખબારમાં વેકેન્સી નિકાળવામાં આવે છે. ત્યાર બાદ ખાલી જગ્યાના ફોર્મ ભરનારા લોકોએ લેખિત પરીક્ષામાંથી પસાર થવું પડે છે. આ કસોટીમાં હોટેલ મેનેજમેન્ટ અને જનરલ નોલેજ સંબંધિત પ્રશ્નોનો સમાવેશ થાય છે. જે આ પરીક્ષામાં નાપાસ થાય છે તેને બહારનો રસ્તો બતાવી દેવામાં આવે છે પણ તમે પાસ થઇ જાવ તો મોજેમોજ થઇ જાય છે.
ડ્રાઈવરનો પગાર છે બે લાખથી વધુઃ અંબાણીની પાસે સેંકડો વાહનો છે, જેના માટે અલગ- અલગ ડ્રાઈવરો રાખવામાં આવ્યા છે. જો કે અંબાણીના ડ્રાઈવર બનવું પણ ઘણું મુશ્કેલ હોય છે. તેના માટે અલગ- અલગ કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે. તેના માટે ટેન્ડર બહાર પાડવામાં આવતા હોય છે. પછી પસંદ કરેલી કંપનીઓ ડ્રાઇવર માટે વેકેન્સી નિકાળે છે.
આ પછી કેટલાક પસંદ કરેલા લોકોને શોર્ટલિસ્ટ કરવામાં આવે છે અને તેમની અંતિમ પરીક્ષા લેવામાં આવે છે. કંપની પસંદગીના લોકોને ટ્રેનિંગ આપે છે અને પછી મેરિટ પ્રમાણે તેમનો પગાર નક્કી કરે છે. રિપોર્ટ અનુસાર અંબાણીના ઘરના દરેક ડ્રાઈવરની સેલેરી દર મહિને 2બે લાખ રૂપિયાથી વધુ છે.
આ સાથે ડ્રાઈવરની પસંદગી કરતા પહેલા એ વાતનું પણ ધ્યાન રાખવામાં આવે છે કે તેમની પાસે તમામ પ્રકારના વાહનો ચલાવવાનો અનુભવ હોવો જોઈએ. આ સાથે ડ્રાઇવરો પર કામ કરતા મીડિયા અને મોટી હસ્તીઓના દબાણને કારણે તેમની સહનશક્તિ અને સમજણની પણ કસોટી લેવામાં આવે છે. મુકેશ અંબાણીના ઘરમાં કામ કરવું તો પરીક્ષા કરતાં પણ અઘરું હોય છે.