ખુબ મહેનત કર્યા પછી પણ જો તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડે છે તો જ્યોતિષ શાસ્ત્રમાં એક રૂપિયાના સિક્કાના કેટલાક ઉપાયો વિશે જણાવ્યું છે. તેનાથી વ્યક્તિને આર્થિક તંગીથી છુટકારો મળી જાય છે. જીવનમાં દરેક વ્યક્તિને ઘણા ઉતાર- ચઢાવનો સામનો કરવો પડે છે.
દરેક વ્યક્તિ પૈસા કમાવવા માટે સખત મહેનત કરે છે. જેથી પરિવારને સુખ- સમૃદ્ધિ, ઐશ્વર્ય-કી ર્તિ મળે પરંતુ ઘણી વખત વ્યક્તિને મહેનત કર્યા પછી પણ ફળ નથી મળતું. તેવી સ્થિતિમાં વ્યક્તિને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે. તે બધાનું કારણ વાસ્તુ દોષ અને કુંડળીમાં ગ્રહ દોષ હોય છે.
પૈસાની તંગી વ્યક્તિને તણાવમાં લઇ જાય છે પરંતુ જ્યોતિષ શાસ્ત્રમાં આર્થિક તંગીથી છુટકારો મેળવવાના ઘણા ઉપાયો જણાવવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એક રૂપિયાના સિક્કાના આ ઉપાયોથી આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. ચાલો જાણીએ જ્યોતિષશાસ્ત્રના આ ઉપાયો વિશે.
પૈસાની સમસ્યાઓ દૂર કરવાના ઉપાય: જો તમે પૈસાની તંગીથી પરેશાન છો અથવા આર્થિક તંગથી પસાર થઈ રહ્યા છો તો એક મુઠ્ઠી ચોખા અને એક રૂપિયાનો સિક્કો લઈને મંદિરમાં જઈને ભગવાનની આગળ પ્રાર્થના કરો. ત્યાર પછી ચોખા અને સિક્કાને મંદિરના એક ખૂણામાં રાખો. ધ્યાનમાં રાખો કે આ કામ ચુપચાપ કરવાનું છે. તેમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થશે.
આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આર્થિક સંકટ દૂર કરવા માટે શુક્રવારે ઘરના મંદિરમાં પૂજા કરો. ત્યાર પછી એક પાટલો મૂકો અને તેના પર પાણીથી ભરેલું કળશ મૂકો. ત્યાર પછી કળશ પર કેસરથી સ્વસ્તિક બનાવો અને તેના પર એક રૂપિયાનો સિક્કો મૂકો. તેનાથી માં લક્ષ્મીજીના આશીર્વાદ તમને મળશે. ઘરમાં સુખ- સમૃદ્ધિ રહેશે અને વ્યક્તિની આર્થિક સ્થિતિ મજબૂત થશે.
પર્સ નહી થયા ખાલી: જો તમે જીવનમાં ઘણા પૈસા કમાવા ઈચ્છતા હોય તો એક રૂપિયાનો સિક્કો પર્સમાં કે ખિસ્સમાં રાખો. ત્યાર પછી સિક્કાની સાથે મોરનું પીંછું રાખો. તેમ કરવાથી વ્યક્તિનું પર્સ ક્યારેય ખાલી નથી થતું. અને વ્યક્તિને ક્યારેય પૈસાની તંગીનો સામનો કરવો નથી પડતો.
ગરીબી સાથે નહી રહે કોઈ સંબંધ: ઘરમાં ગરીબીના કારણે વ્યક્તિને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેના માટે રોજ સાંજે ઘરના મુખ્ય દરવાજા પર ચારમુખી દીવો પ્રગટાવો. ત્યાર પછી તે દીવામાં એક રૂપિયાનો સિક્કો મૂકો. તેમ કરવાથી માં લક્ષ્મીજીનું આગમન થાય છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)