મોટામાં મોટી સમસ્યાને પણ દુર કરી દે છે આ છોડનું મૂળ, ઘરમાં લગાવવાથી ચમકી જશે કિસ્મત

વાસ્તુ શાસ્ત્રમાં ઘણા એવા છોડ વિશે જણાવ્યું છે જે વ્યક્તિનું ભાગ્ય ચમકવામાં મદદ કરે છે. તેમાંથી એક છોડ છે અપમાર્ગનો. આ છોડ વરસાદમાં ઘાસ સાથે ગમેત્યા ઉગી જાય છે પરંતુ તેનો સાચી રીતે ઉપયોગ કરવામાં આવે તો વ્યક્તિનું ભાગ્ય ચમકાવી શકે છે. ચાલો જાણીએ આ છોડ વિશે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેને જીવનમાં દરેક પ્રકારના સુખો મળે.

તેના માટે સખત મહેનત પણ કરે છે અને દરેક સંભવ પ્રયાસો પણ કરે છે પરંતુ ઘણી વાર વ્યક્તિને ભાગ્યનો સાથ નથી મળતો. ભાગ્યને ચમકાવા અને ઈચ્છા પૂર્તિ માટે વાસ્તુમાં ઘણા છોડ વિશે જણાવ્યું છે. તેમાંથી એક છે અપમાર્ગનો છોડ.

આ એક નાનો છોડ હોય છે. તેને અપમાર્ગ અથવા ચિરચિતાના નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડ સામાન્ય રીતે વરસાદમાં ઘાસ સાથે ઉગી જાય છે. આ છોડના ફક્ત ઔષધીય ગુણો જ નથી પરંતુ તંત્રના હિસાબથી પણ ખુબ જ લાભદાયક છે.

વાસ્તુ અનુસાર લાલ અપમાર્ગની લાકડીથી દાતણ કરવામાં આવે તો વ્યક્તિને વાણી શક્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે તે વ્યક્તિ જે પણ કહેશે તે સાચું થઇ જશે. તેના સિવાય અપમાર્ગના મૂળને અગહન મહિનાની પૂર્ણિમા તિથિના દિવસે સવારે વિધિપૂર્વક પૂજન કરો અને તેને મંત્રથી અભિમંત્રિત કરીને હાથમાં બાંધવાથી વ્યક્તિને મોટામાં મોટી સમસ્યાથી છુટકારો મળી જાય છે.

માનવામાં આવે છે કે ઘરમાં સફેદ અપમાર્ગ લગાવીને તેને યોગ્ય સ્થાન પર રાખવાથી વ્યક્તિને સુખ- સમૃદ્ધિ મળે છે. તે સિવાય વાસ્તુ નિષ્ણાતોના મતે સંતાન પ્રાપ્તિના સુખ માટે સફેદ અપમાર્ગના છોડને સળગાવી લો અને તેની રાખ ગાયના ઘી સાથે મિક્સ કરીને સેવન કરો. તમને જલ્દી જ લાભ મળશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અપમાર્ગના મૂળને પાણીમાં ઘસવાથી વ્યક્તિને વશીકરણની શક્તિ મળે છે. તે સિવાય રવિવારના દિવસે પુષ્ય નક્ષત્રમાં આ છોડને મૂળની સાથે લાવો. ત્યાર પછી તેને સગર્ભા મહિલાની કમર પર મજબૂત દોરાથી બાંધી દો. આ મૂળ સરળતા અને ઝડપનો પ્રભાવ ઉત્પન કરશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)