પર્સમાં આ વસ્તુઓ રાખવાથી આર્થિક હાનિની છે માન્યતા.. જાણો શું કહે છે વાસ્તુ શાસ્ત્ર

કઈ વસ્તુને કયા સ્થાન પર રાખવું જોઈએ અને તેના કયા ફાયદા અને નુકસાન છે. તેના વિશે વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યું છે. સાથે જ તેના શુભ અને અશુભ પ્રભાવો વિશે પણ જાણકારી આપવામાં આવી છે. પર્સમાં કઈ વસ્તુઓ રાખવાથી આર્થિક નુકસાન થવાની માન્યતા છે. ચાલો તેના વિશે વાસ્તુ શાસ્ત્ર અનુસાર જાણીએ.

સામાન્ય રીતે બધા પર્સમાં પૈસાની સાથે ઘણી બધી વસ્તુઓ રાખે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર એવી કેટલીક વસ્તુઓ છે જે પર્સમાં ના રાખવી જોઈએ. જે વસ્તુનું કોઈ કામ નથી એટલે કે પર્સમાં જરૂર વગરની વસ્તુઓ ના રાખવી જોઈએ.

પર્સમાં ક્યારેય પણ ના રાખો ફાટેલી નોટ: પર્સમાં ક્યારેય પણ ફાટેલી અથવા તૂટેલી નોટ ના રાખવી જોઈએ. માન્યતા છે કે તેનાથી આવક પર પ્રભાવ પડે છે. પર્સને હંમેશા સ્વચ્છ ર્કાહ્વું જોઈએ.

પર્સમાં રાખો માં લક્ષ્મીજીનો ફોટો: વાસ્તુ શાસ્ત્ર અનુસાર પર્સમાં પૈસા રાખવામાં આવે છે તેથી પર્સમાં ધનના દેવી માં લક્ષ્મીજીનો ફોટો જરૂર રાખો અને તેને બદલતા રહેવું. સાથે જ શ્રી યંત્ર પણ પર્સમાં રાખો. માન્યતા છે કે તેનાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે.

જુનું બીલ પણ ના રાખવું જોઈએ: પર્સમાં કોઈ પણ જુનું બીલ ના રાખવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર પર્સમાં તે વસ્તુઓ રાખવી અશુભ હોય છે. માન્યતા છે કે તેનાથી માં લક્ષ્મીજી નારાજ થાય છે અને પર્સમાં પૈસા નથી ટકતા.

પર્સમાં ના રાખો આ ફોટા: વાસ્તુ શાસ્ત્ર અનુસાર પર્સમાં ક્યારેય પણ કોઈ મૃત વ્યક્તિનો ફોટો ના રાખવો જોઈએ. માન્યતા છે કે આ ફોટા રાખવાથી તમે દેવાદાર બની શકો છો.

પર્સમાં અક્ષત રાખવું હોય છે શુભ: પર્સમાં થોડું અક્ષત જરૂર રાખવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર અને માન્યતા અનુસાર પર્સમાં અક્ષત રાખવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. સાથે જ નોટ અને સિક્કા પણ એક સાથે ના રાખવા જોઈએ. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)