શ્રી રામની પહેલા આ ચાર બળવાન લોકો સામે પણ હાર્યો હતો રાવણ, નહીં જાણતા હોવ આ વાત

શ્રી રામજી અને રાવણ વચ્ચેના યુદ્ધ વિશે દરેક જણ જાણે છે અને બધા જાણે છે કે કેવી રીતે શ્રી રામજીએ રાવણને હરાવ્યો હતો. એવું કહેવાય છે કે રાવણ ખૂબ જ શક્તિશાળી હતો અને તેને હરાવવો એટલો સરળ નહોતો પરંતુ રાવણના ઘમંડને કારણે તે રામજી સામે જીતી ના શક્યો. તે જ રીતે રામ જી સિવાય પણ રાવણને તેના અભિમાનને કારણે ચાર અન્ય પ્રખ્યાત યોદ્ધાઓથી પણ પરાજિત થયેલો છે અને આજે અમે તમને એવા જ યોદ્ધાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમણે રાવણનો સામનો કરતી વખતે તેને સરળતાથી હરાવી દીધો હતો.

બાલી અને રાવણનું યુદ્ધઃ બાલીની હત્યા શ્રી રામ દ્વારા કરવામાં આવી હતી પરંતુ શું તમે જાણો છો કે શ્રી રામ પહેલા રાવણે પણ બાલી સાથે યુદ્ધ કર્યું હતું અને આ યુદ્ધમાં રાવણને બાલીએ હરાવ્યો હતો. કહેવાય છે કે એક વખત બાલી પૂજા કરી રહ્યો હતો અને તે દરમિયાન રાવણ ત્યાં આવ્યો હતો અને બાલીને યુદ્ધ માટે ઉશ્કેરવા લાગ્યો હતો એટલે રાવણના કારણે બાલીને પૂજા કરવામાં તકલીફ થવા લાગી અને ગુસ્સામાં બાલીએ રાવણને બાહુમાં દબોચીને ચાર સમુદ્રની પરિક્રમા કરાવી દીધી હતી અને બાદમાં રાવણને ધરતી પર પટકી દીધો હતો.

સહસ્ત્રબાહુઃ રાવણનું સહસ્ત્રબાહુ અર્જુન સાથે બે વાર યુદ્ધ થયું હતું, પરંતુ આ બંને યુદ્ધમાં રાવણને હારનો સ્વાદ ચાખવો પડ્યો હતો. પ્રથમ યુદ્ધ દરમિયાન સહસ્ત્રબાહુ અર્જુને પોતાના ૧ હજાર હાથની મદદથી નર્મદા નદીનું પાણી રોક્યું હતું અને પછી તે પાણી રાવણ સહિત તેની સમગ્ર સેના પર રેડી દીધું હતું.

જેના કારણે રાવણ અને તેની આખી સેના પાણીમાં ધોવાઈ ગઈ હતી. તો આ હાર પછી રાવણનું ફરીથી સહસ્ત્રબાહુ અર્જુન સાથે યુદ્ધ થયું હતું અને આ યુદ્ધમાં રાવણનો ફરીથી પરાજય થયો હતો અને આ વખતે રાવણને સહસ્ત્રબાહુ દ્વારા જેલમાં કેદ કરવામાં આવ્યો હતો.

દૈત્યરાજ બલીઃ એક વખત રાવણે ત્રણ લોકના રાજા દૈત્યરાજ બલિ સાથે યુદ્ધ કરવાનું વિચાર્યું હતું અને તે પાતાળ લોકોમાં યુદ્ધ કરવા ગયો હતો પરંતુ જેવો જ રાવણ પાતાળ લોકમાં પહોંચ્યો, તેને બલિના મહેલની બહાર રમતા બાળકોએ ઘોડાઓ સાથે બાંધી દીધો હતો અને આ રીતે રાવણની દૈત્યરાજ સામે પણ હાર થઇ ગઈ હતી.

શિવજી: રાવણ એક વખત શિવજી સાથે પણ યુદ્ધ કરી ચૂક્યો હતો, કહેવાય છે કે રાવણ શિવજી સાથે યુદ્ધ કરવા સીધો કૈલાશ પર્વત પર ગયો હતો. આ પર્વત પર જઈને રાવણે આ પર્વતને જ ઉપાડવાનું શરૂ કરી દીધું હતું. તે જ સમયે, રાવણની આ ક્રિયા જોઈને, શિવે તેમના અંગૂઠાથી આ પર્વતનો ભાર વધારી દીધો હતો.

જેના કારણે રાવણ આ પર્વતની નીચે દટાઈ ગયો હતો અને આ રીતે રાવણે શિવ સાથે યુદ્ધ કરવાનો વિચાર છોડી દીધો. તો રામજી સાથેના યુદ્ધમાં રાવણનો પરાજય તો થયો જ હતો, પરંતુ તે જ સમયે તેનું મૃત્યુ પણ રામજીના હાથે થઇ ગયું હતું.