આપણે ઘણીવાર વડીલો પાસે થી સાંભળીયે છીએ કે સાવરણીને ક્યારેય ઉભી ના મુકવી જોઈએ.તેને ક્યારેય પણ ખુલ્લામાં ના મુકવી જોઈએ કે ના તેના પર કોઈ દિવસ પગ મુકવા જોઈએ.કેમકે આવું કરવું વાસ્તુશાસ્ત્ર મુજબ અશુભ માનવામાં આવે છે.તો ચાલો જાણીએ વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણી રાખવાના નિયમો.
કહેવાય છે કે જે ઘર સાફ-સુથરું હોઈ છે ત્યાં માં લક્ષ્મી બિરાજમાન હોય છે.અને એટલેજ વારે-તહેવારે સાફ-સફાઈ કરવાનું વિશેષ મહત્વ રહેલું છે. સફાઈ માટે લેવાતી સાવરણીને માં લક્ષ્મી નું પ્રતિક માનવામાં આવે છે.કહેવાય છે કે જો સાવરણીને સરખી રીતે મુકવામાં ના આવે તો થાય છે આર્થિક નુકશાન.
વાસ્તુશાસ્ત્ર મુજબ સુર્યાસ્ત પછી સાંજે ક્યારેય ઘરમાં કચરો વાળવો અશુભ ગણવામાં આવે છે.સાંજે ઘરમાં કચરો વાળવાથી માં લક્ષ્મી રિસાઈ જાય છે. જેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણી ની ખરીદી શનિવારે કરવી જોઈએ. જેનાથી માં લક્ષ્મી તેમજ શનિદેવ પ્રસ્સન થાય છે.
વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણી ક્યારેય રસોડામાં ના રાખવી જોઈએ એમ કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે.સાવરણીને હમેશા છુપાઈને મુકવી જોઈએ. જે જલ્દીથી કોઈની નજરમાં ના આવવી જોઈએ.
એવું માનવામાં આવે છે કે ખુલ્લામાં સાવરણી રાખવાથી ધનની હાની થાય છે. સાવરણીને ક્યારેય ઉભી ના મુકવી જોઈએ.ઉભી સાવરણી રાખવી એ વાસ્તુશાસ્ત્ર મુજબ યોગ્ય નથી.
સાવરણીને હમેશા જમીન ઉપર જ મુકવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર મુજબ સાવરણીને હમેશા દક્ષિણ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. સાવરણીને ક્યારેય ઉત્તર-પૂર્વ દિશા માં ના મુકવી જોઈએ કારણકે ઘરમાં આ દિશામાં આ રીતે સાવરણી મુકવાથી માં લક્ષ્મીનું આગમન થતું નથી અને આર્થિક સંકટ રહે છે.
સાવરણી પર કદી પણ પગ ના મુકવો જોઈએ.જો ભૂલથી પણ પગ પડે તો એને અડીને પ્રણામ કરવું જોઈએ.જયારે ઘરનું કોઈ વ્યક્તિ સારા કાર્ય માટે ઘરની બહાર જતું હોઈ ત્યારે કે તે પછી તરત ઘરમાં કચરો ના વાળવો જોઈએ.
આવું કરવાથી અપશુકન થાય છે. ક્યારેય પણ તૂટેલી સાવરણીનો ઉપયોગ ના કરવો જોઈએ અને ક્યારેય પણ તેને ઘરમાં ના રાખવી જોઈએ. તૂટેલી સાવરણી ઘરમાં રાખવી અશુભ ગણાય છે.