જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એપ્રિલમાં શનિદેવ રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. શનિદેવ પોતાની રાશિ બદલીને કુંભ રાશિમાં આવી રહ્યા છે. આવી સ્થિતિમાં સાડાસાતી અને ધૈયાની અસર પણ તમામ રાશિઓ પર પડશે. તેવી સ્થિતિમાં શનિવારે કેટલાક ઉપાય કરવાથી શનિના પ્રકોપને ઓછો કરી શકાય છે. તેની સાથે જીવનની પરેશાનીઓ પણ ઓછી થઈ શકે છે. આવો જાણીએ શનિદેવને પ્રસન્ન કરવા માટે કયા ઉપાયો કરવામાં આવે છે.
શનિ યંત્રની કરો પૂજા: શનિ યંત્રની પૂજા કરવાથી શનિ દોષથી છુટકારો મળી શકે છે. આ માટે શનિવારે સ્નાન કર્યા પછી કાળા રંગના સ્વચ્છ કપડા પહેરો. આ પછી વિધિ વિધાન સાથે શનિદેવની પૂજા કરો. શક્ય હોય તો શનિ યંત્રની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે એવું કરવાથી નોકરી, ધંધો અને પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
ભગવાન શિવની પૂજા: શાસ્ત્રો અનુસાર ભગવાન શિવ શનિના ગુરુ છે. આવી સ્થિતિમાં શનિવારે ભગવાન શિવની પૂજા કરવાથી પણ શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ સિવાય શનિવારનો દિવસ હનુમાનજીની પૂજા માટે પણ ખાસ માનવામાં આવે છે.
તેવું માનવામાં આવે છે કે શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિની દરેક પીડામાંથી મુક્તિ મળે છે. ઉપરાંત જીવનમાં પ્રગતિનો માર્ગ સરળ બને છે.
છાયા દાન અથવા તેલ દાન: એવું માનવામાં આવે છે કે શનિવારે તલ અથવા સરસવના તેલની છાયાનું દાન કરવાથી શનિદેવનો પ્રકોપ ઓછો થાય છે. તેમજ શનિવારે કાળા કૂતરાને સરસ્વના તેલ ચોપડેલી રોટલી ખવડાવવાથી સંચિત ધનમાં વધારો થાય છે.
આ સિવાય શનિવારે શનિ મંદિરમાં સરસવના તેલનો દીવો પ્રગટાવવાથી શનિ દોષ દૂર થઈ શકે છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)