જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ૮ જુલાઈથી ૧૪ જુલાઈ ૨૦૨૪ સુધીનો સમય તમામ ૧૨ રાશિ માટે ખાસ રહેશે. ચાલો જાણીએ ધંધાકીય, આર્થિક, સ્વાસ્થ્ય, કરિયર જેવી અલગ અલગ અનેક બાબતોમાં જુલાઈનું બીજું અઠવાડિયું તમારા માટે કેવું રહેશે.
મેષ: રેસ્ટોરન્ટ સંબંધિત કામ સાથે જોડાયેલા લોકોની આવકમાં વધારો થશે. કોઈ મોટો પ્રોજેક્ટ પૂરો થયા પછી આર્થિક લાભ થશે. પૈસા ઉધાર ના આપો. તમને કમિશન સંબંધિત કામમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
વૃષભ: નવા પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી આર્થિક લાભ થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતાને કારણે સારી નોકરી મેળવવાની તકો પ્રદાન પ્રાપ્ત થઇ શકે છે.
મિથુન: આ અઠવાડિયે ધંધામાં આર્થિક લાભની સ્થિતિ સર્જાશે. ઉછીના પૈસા પાછા મળવાના સંકેતો છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં ધન ખર્ચ થઇ શકે છે.
કર્ક: ઉધાર આપેલા પૈસા પાછા મળી શકે છે. તો બીજીતરફ નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે. ધાર્મિક અને તીર્થયાત્રા પર ધન ખર્ચ થવાની શક્યતાઓ રહેલી છે.
સિંહ: અચાનક આર્થિક લાભ થવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. ઘર અને મકાનના સમારકામમાં પૈસા ખર્ચ થશે. જૂના રોકાણથી આર્થિક લાભ થશે. તમારે દવાઓ પર વધારાના પૈસા ખર્ચવા પડી શકે છે.
કન્યા: રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા લોકોને નવા પ્રોજેક્ટ મળી શકે છે. પૈસા સંબંધિત સમસ્યાઓનો ઉકેલ મળવાની શક્યતાઓ છે. શેરબજારમાં રોકાણ કરવાનું ટાળવું જોઈએ.
તુલાઃ તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળવાની છે. નોકરીમાં પરિવર્તનના યોગ બની રહ્યા છે. પ્રોપર્ટીના ખરીદ- વેચાણથી આર્થિક લાભ થવાની શક્યતાઓ રહેલી છે.
વૃશ્ચિક: આરોગ્યના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની આવકમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે. શેરબજારમાં રોકાણ કરવાથી આર્થિક લાભ થવાની શક્યતાઓ છે. તમારા વ્યવસાયને વિસ્તારવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.
ધન: તમારા વ્યવસાયિક કામ સમયસર થશે તો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. પરિવારમાં કોઈ શુભ કાર્યમાં ધન ખર્ચ થવાની શક્યતાઓ રહેલી છે.
મકર: નોકરીમાં બદલાવની શક્યતાઓ રહેલી છે. નવો વ્યવસાય શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. તમારી ક્ષમતા કરતાં વધુ પૈસા ખર્ચવાની વૃત્તિથી બચીને રહેવું.
કુંભ: કૃષિ અને નાના ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોને આર્થિક લાભ થશે. ઘરની જાળવણી પાછળ પૈસા ખર્ચ થઇ શકે છે. વ્યવસાયમાં કોઈ મોટા ફેરફારો કરવાનું ટાળો.
મીનઃ વેપારમાં મોટો આર્થિક લાભ થવાની શક્યતાઓ રહેલી છે. આવકના સ્ત્રોત વધશે જે આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળશે. પ્રવાસમાં પૈસા ખર્ચ થશે.