ન્યાયના દેવતા અને કર્મો અનુસાર ફળ આપનાર ભગવાન શનિની કૃપાથી વ્યક્તિનું જીવન દરેક સુખ- સમૃદ્ધિથી ભરેલું રહે છે. બીજી તરફ શનિદેવની નારાજગીથી જીવન બરબાદ થતા સમય નથી લાગતો તેથી લોકો શનિદેવથી ઘણા ડરતા હોય છે. તેના પર શનિની સાડાસાતી અને નાની પનોતી જેવી મહાદશા ઘણું કષ્ટ આપે છે. જો કે જ્યારે શનિ પ્રસન્ન થાય છે ત્યારે વ્યક્તિને ચારે તરફથી લાભ જ લાભ મળે છે.
શનિની કૃપા થવાના સંકેત: જે રીતે જીવનમાં શનિના અશુભ થવાના સંકેતો સ્પષ્ટ દેખાય છે, તેવી જ રીતે શનિના શુભ હોવાના કે શનિદેવના આશીર્વાદ મળવાના સંકેતો પણ મળે છે. ચાલો જાણીએ કે એવા કયા સંકેતો છે જે દર્શાવે છે કે વ્યક્તિ પર શનિદેવની કૃપા થવા લાગી છે અથવા થવા જઈ રહી છે.
જો શનિવારના દિવસે જૂતા- ચપ્પલની ચોરી થઈ જાય તો તે ખૂબ જ શુભ સંકેત છે. તે જણાવે છે કે શનિદેવ તમારા પર પ્રસન્ન થયા છે અને હવે તમારા બધા કામ એક પછી એક થવા લાગશે.
જો તમને અચાનક ક્યાંકથી પૈસા મળી જાય અથવા તમે ઝડપથી અમીર બનવા લાગ્યા તો સમજી લો કે તમારા પર શનિદેવની કૃપા છે. શનિ અપાર ધન અને ઐશ્વર્યના દાતા છે. જ્યારે આવું થાય, ત્યારે ઘણું દાન કરો. ગરીબોને મદદ કરો.
જો તમારી પ્રતિષ્ઠા ઝડપથી વધી રહી છે, તો સમજી લો કે આ તમારા પર શનિની કૃપાનું પરિણામ છે. જ્યારે શનિ પ્રસન્ન થાય છે ત્યારે વ્યક્તિની કીર્તિ દૂર દૂર સુધી ફેલાય છે. તેવી સ્થિતિમાં શનિદેવનો આભાર માનો અને તેમની પૂજા કરો.
શનિની કૃપાથી સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જો તમારું સ્વાસ્થ્ય સતત સારું રહે છે, કોઈપણ પ્રકારની પરેશાની નથી થતી, તો આ પણ શનિદેવની કૃપાનો સંકેત છે. જ્યારે આવું થાય ત્યારે દર્દીઓને મદદ કરવા માટે દાન કરો. તેમજ શનિવારે શનિ મંદિરમાં જઈને તેમની પૂજા કરો. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)