સપનામાં શનિદેવ અને મંદિર જોવું શુભ હોય છે કે અશુભ? જાણો શું કહે છે સ્વપ્ન શાસ્ત્ર

પ્રાચીન સમયથી સપનાઓનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. તેમજ દરેક વ્યક્તિ સપના જોતો હોય છે. અશુભ અને શુભ બંને સ્વપ્નોનું વર્ણન સામુદ્રિક શાસ્ત્રમાં જોવા મળતું હોય છે. એવું માનવામાં આવે છે કે સવારે જોયેલા સપના સાચા થાય છે. આજે અમે અહીં વાત કરવા જઈ રહ્યા છીએ કે જો સપનામાં શનિદેવ અથવા શનિ મંદિર દેખાય તો તેનો શું અર્થ શું થતો હોય છે. ચાલો જાણીએ

જો શનિદેવ આપી રહ્યા હોય આશીર્વાદ: જો શનિદેવ સપનામાં કોઈ વ્યક્તિને આશીર્વાદ આપતા હોય તો સમજી લેવું કે તેની બધી પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે. તેની સાથે વ્યક્તિને કોઈપણ રોગથી મુક્તિ મળશે. વેપારમાં પણ ફાયદો થઈ શકે છે. કોઈપણ યાત્રાના યોગ બની શકે છે. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે.

શનિદેવને ફોટોના રૂપમાં જોવા: સ્વપ્ન જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ સપનામાં શનિદેવનો ફોટો જુએ તો સમજી લેવું કે તેને કોઈ શુભ સમાચાર મળવાના છે. નોકરીની ઓફર પણ મળી શકે છે. પરિવારમાં નાનો મહેમાન આવી શકે છે.

શનિદેવને મૂર્તિના રૂપમાં જોવા: જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં શનિદેવની મૂર્તિ જુએ છે તો સ્વપ્ન જ્યોતિષ અનુસાર આ સ્વપ્ન જણાવે છે કે આવનાર સમયમાં તમને સુખ અને દુ:ખ મળી શકે છે.આ અંગે ગ્રહ નક્ષત્ર પર આધાર રહે છે.

જો તમારી કુંડળીમાં શનિ નકારાત્મક હોય તો તમને નકારાત્મક પરિણામો મળી શકે છે અને જો તેઓ સકારાત્મક છે તો તમને કેટલીક શુભ સુચના મળી શકે છે. બીજી તરફ જો સાડાસાતી ચાલી રહી હોય તો મિશ્ર પરિણામ મળી શકે છે.

સપનામાં શનિ મંદિર જોવું: જો કોઈ વ્યક્તિ સપનામાં શનિ મંદિર જુએ છે તો આ સ્વપ્ન સૂચવે છે કે આવનાર સમયમાં શનિ મહારાજ તેના પર પ્રસન્ન થવાના છે. સાથે જ કોઈ મોટો ધન લાભ થવાનો છે.