શનિનો ભયંકર પ્રકોપ પણ દુર કરશે આ અચૂક ઉપાય, થશે પૈસા અને ખુશીઓનો વરસાદ

શનિદેવે અઢી વર્ષ બાદ રાશિ બદલીને કુંભ રાશિમાં પ્રવેશ કરી લીધો છે. તેના કારણે કેટલાક લોકો પર શનિની સાડાસાત સતી શરૂ થશે તો કેટલાલે સાડાસાતીમાં સાડા ​​સાત વર્ષ સુધી અને નાની પનોતીમાં અઢી વર્ષ સુધી વ્યક્તિએ શનિદેવના પ્રકોપનો સામનો કરવો પડે છે.

શનિદેવ કર્મ અનુસાર ફળ આપતા હોય છે, તેથી શનિની ખરાબ અસરથી બચવા માટે કેટલાક ઉપાય કરવા જોઈએ અને સારા કર્મો કરવા જોઈએ. આજે આપણે એવા જ કેટલાક અસરકારક ઉપાયો વિશે જાણીએ જે શનિની મહાદશા દરમિયાન શનિદેવના ખરાબ પ્રભાવથી બચાવે છે.

શનિ દોષથી છુટકારો મેળવવા માટેના અસરકારક ઉપાયઃ શનિદોષથી છુટકારો મેળવવા માટે શનિવારનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. આ દિવસે ઉપાય કરવાની કોશિશ કરો જેથી વધુમાં વધુ ફળ મળી શકે.

શનિના પ્રકોપથી છુટકારો મેળવવાનો શ્રેષ્ઠ ઉપાય છે હનુમાનજીનું શરણ લેવું. સંકટમોચક હનુમાનજીની કૃપા તમામ પરેશાનીઓથી બચાવે છે. તેના માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. ખાસ કરીને મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જઈને તેમને પ્રસાદ ચઢાવો. સુંદરકાંડનો પાઠ પણ કરો.

શનિદેવના પ્રકોપથી છુટકારો મેળવવા માટે ભગવાન શિવની પૂજા કરવી એ સારો ઉપાય છે. આ માટે શિવ સહસ્ત્રનામ અથવા શિવના પંચાક્ષરી મંત્રનો નિયમિત પાઠ કરો. તેનાથી જીવનના તમામ અવરોધો દૂર થશે.

શનિદેવ કર્મોના હિસાબે ફળ આપે છે, તો શનિદેવને જે કામ ગમે છે તે કરો. તમારા માતાપિતાને માન આપો, તેમની સેવા કરો. સ્ત્રીઓનું સન્માન કરો. લાચાર અને ગરીબોને મદદ કરો.

શનિ સંબંધિત દાન કરવા સિવાય જો ઘરમાં શમીનો છોડ લગાવવામાં આવે તો શનિની કૃપા હંમેશા તમારા પર બની રહે છે. જો તમે શમીનો છોડ ના લગાવી શકો તો શમીના ઝાડના ઓછામાં ઓછા 3 ઈંચ લાંબા મૂળને કાળા કપડામાં બાંધીને તમારા જમણા હાથ પર ધારણ કરો. તેની સાથે જ શનિ તમને શુભ ફળ આપવાનું શરૂ કરશે.

પીપળાના ઝાડને ગોળ અથવા ખાંડ મિશ્રિત મધુર પાણી અર્પણ કરો. ત્યાર બાદ તેલનો દીવો લગાવો. આ કામ દર શનિવારે કરો, ઘણો ફાયદો મળશે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)