Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
શનિ વક્રી: આવનારા ચાર મહિના સુધી ત્રણ રાશિ બનતી રહેશે ધનવાન.. જાણો - Gujarat Beat

શનિ વક્રી: આવનારા ચાર મહિના સુધી ત્રણ રાશિ બનતી રહેશે ધનવાન.. જાણો

શનિ એક ન્યાયપ્રિય ગ્રહ છે, જેનું ગોચર ખૂબ જ ધીમી ગતિએ થાય છે. શનિ ૨૦૨૩ થી કુંભ રાશિમાં ગોચર કરી રહ્યા છે. આ વર્ષે શનિ કુંભ રાશિમાં રહેશે અને ઉદય, વક્રી અને માર્ગીય અવસ્થામાં ગોચર કરશે. તાજેતરમાં શનિ ગ્રહ વક્રી થયા છે. શનિ કુંભ રાશિમાં રહેશે અને દિવાળી પછી એટલે કે ૧૫ નવેમ્બર, ૨૦૨૪ સુધી વક્રી રહેશે.

આ પછી શનિદેવ માર્ગીય થઇ જશે. તેવી સ્થિતિમાં શનિની અસર તમામ રાશિઓ પર જોવા મળી શકે છે. ચાલો જાણીએ કઇ રાશિના લોકોનું જીવન કુંભ રાશિમાં શનિની પલટો આવવાથી બદલાઈ શકે છે.

સિંહ: સિંહ રાશિના જાતકો માટે કુંભ રાશિમાં વક્રી શનિ આગામી ચાર મહિના માટે સારા સમાચાર લાવી શકે છે. શનિ આ રાશિના સાતમાં ભાવમાં વક્રી થઈને ગોચર કરશે. તમારા જીવનમાં સકારાત્મકતા આવશે. સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર- ચઢાવ રહેશે. તેથી સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર છે. તો તમે પરિવારના સભ્યો સાથે ફરવા પણ જઈ શકો છો. વિદ્યાર્થીઓને પણ કોઈ સારા સમાચાર મળી શકે છે. આર્થિક સ્થિતિ પણ સારી રહેશે.

મેષ: કુંભ રાશિમાં શનિના વક્રી થવાથી મેષ રાશિના લોકો માટે આગામી ચાર મહિના ફાયદાકારક સાબિત થઈ શકે છે. શનિદેવ તમારા અગિયારમાં ભાવમાં વક્રી ચાલ ચાલશે. આ રાશિના લોકોને તેમના કરિયર જીવનમાં ઘણા કાર્યો મળી શકે છે, જે તેમના વિકાસમાં મદદ કરી શકે છે. ધન લાભની શક્યતાઓ ઘણી વધારે રહેલી છે. ઉદ્યોગપતિઓ ઘણા સારા રોકાણકારો શોધી શકે છે. લવ લાઈફમાં કેટલાક ઉતાર- ચઢાવ આવશે, જેને વાત કરીને ઉકેલી શકાશે.

ધનઃ શનિની વક્રી ચાલ ધન રાશિના જાતકો માટે આગામી ચાર મહિના લાભદાયી સાબિત થઈ શકે છે. શનિ તમારા ત્રીજા ભાવમાં ઉલટી ચાલ ચાલશે. સમાજમાં તમારી પદ- પ્રતિષ્ઠા વધશે. શનિના શુભ પ્રભાવને કારણે તમને ઘણા કાર્યોમાં સફળતા મળશે. આર્થિક બાબતોમાં તમારે સમજી-વિચારીને નિર્ણયો લેવા પડશે. તો બીજીતરફ તમે આ સમયગાળા દરમિયાન ઘણા નવા રોકાણ વિકલ્પો મેળવી શકો છો.

ડિસ્ક્લેમર: અમે દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. વિગતવાર અને વધુ માહિતી માટે, કૃપા કરીને સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો.