આ લોકો હોય છે શનિદેવના પ્રિય, ક્યારેય નથી આવવા દેતા જીવનમાં સંકટ.. જાણો

દરેક વ્યક્તિ શનિદેવના પ્રકોપથી બચવા માંગતો હોય છે, તેથી દરેક વ્યક્તિ તેમને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે. જો કે, શનિદેવ ઉપાયો કરતાં વ્યક્તિના કર્મોને વધુ પ્રાથમિકતા આપતા હોય છે, તેથી જ તેમને ન્યાયાધીશ, ન્યાયના દેવતા અને કર્મ ફળના દાતા કહેવામાં આવે છે. કેટલાક લોકો પર શનિદેવ ખૂબ જ મહેરબાન રહેતા હોય છે. તેઓ આ લોકો પર કોઈપણ પ્રકારની મુશ્કેલી કે સંકટ નથી આવવા દેતા.

વ્રતઃ શનિવારે વ્રત કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ વરસવા લાગે છે. આ દિવસે ઉપવાસની સાથે દાન પણ કરવું જોઈએ. ગરીબો અને જરૂરિયાતમંદોને ઉપવાસનું ભોજન કરાવવાથી શનિદેવના અપાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઘરમાં કોઈ વસ્તુની કમી નથી રહેતી.

શ્રાદ્ધ કર્મઃ જે લોકો પોતાના પિતૃઓનું શ્રાદ્ધ કરે છે, તેમના પર શનિદેવની કૃપા વરસે છે. પિતૃઓના શ્રાદ્ધથી શનિદેવ પ્રસન્ન થાય છે અને તેમની બધી પરેશાનીઓ દૂર કરે છે. પિતૃપક્ષ દરમિયાન શનિવાર અને અમાવસ્યાના દિવસે શનિદેવની પૂજા ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

સ્વચ્છતાઃ શનિદેવને સ્વચ્છતા ખૂબ ગમતી હોય છે. તેવી સ્થિતિમાં ઘરને હંમેશા સાફ રાખો. શારીરિક રીતે પણ સ્વસ્થ રહો. તમારા નખને નિયમિતપણે સાફ કરતા રહો અને તેમને વધવા ના દો. જે લોકો સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખે છે, તેમને શનિ ક્યારેય પરેશાન નથી કરતા.

પૂજાઃ તમે ઘણીવાર સાંભળ્યું હશે કે શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે દીવો કરવો, કારણ કે પીપળના ઝાડની પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. તેની સાથે જ તમે પીપળાનું વૃક્ષ લગાવીને પણ તેમના આશીર્વાદ મેળવી શકો છો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)