જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવનો મનુષ્યના કર્મ અને આજીવિકા સાથે સીધો સંબંધ છે. શનિદેવના આશીર્વાદ વિના કોઈપણ વ્યક્તિ સારું કામ નથી કરી શકતો. સાથે જ શનિદેવની કૃપા વિના લગ્ન કે સંતાન પણ નથી થઈ શકતા.
આ સિવાય શનિદેવ વ્યક્તિને ભૌતિક સુખ અને આધ્યાત્મિક શક્તિ પણ પ્રદાન કરે છે. કહેવાય છે કે જો શનિદેવ પ્રસન્ન થાય તો તમામ બગડેલા કામો પણ સુધર જાય છે. આવી સ્થિતિમાં આવો જાણીએ કે શનિદેવને પ્રસન્ન કરવા માટે કયા કાર્યો કરવા જોઈએ.
શનિદેવને પ્રસન્ન કરવા શું કરવું? એવી માન્યતા છે કે શનિદેવને પ્રસન્ન કરવા માટે સૂર્યોદય પહેલા પીપળાને જળ ચઢાવવું જોઈએ. ઘણા ધાર્મિક ગ્રંથોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે વ્યક્તિ સૂર્યોદય પહેલા પીપળને જળ ચઢાવે છે તેના પર શનિની મહાદશાનો કોઈ પ્રભાવ નથી પડતો. કહેવાય છે કે આ વરદાન ભગવાન બ્રહ્માએ આપ્યું છે.
પિપ્પલાદે કરી હતી તપસ્યા: મહર્ષિ દધીચિના પુત્ર પિપ્પલાદે એકવાર બ્રહ્માજી માટે કઠોર તપસ્યા કરી હતી. પિપ્પલાદની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માએ તેમને વરદાન માંગવા કહ્યું. બ્રહ્માજીએ પિપ્પલાદની મનોકામના પૂરી કરીને, તેમની દૃષ્ટિથી અન્ય જીવોને બાળી નાખવાનું વરદાન આપ્યું. એવું કહેવાય છે કે આવું વરદાન મળતાં જ પિપ્પલાદે શનિદેવને બોલાવ્યા અને માત્ર તેમની નજરથી જ તેમને બાળવા લાગ્યા હતા.
બાળકો પર નથી થતી શનિની મહાદશાની અસર: કથા એવી પણ છે કે શનિદેવની મહાદશાને કારણે દધીચિએ વજ્ર બનાવવા માટે પોતાનું શરીર દાન કર્યું હતું. જેના કારણે તેમના પત્ની સતી થઈ ગયા હતા. તો દધીચીના પુત્ર પિપ્પલાદ અનાથ બની ગયા હતા. પિપ્પલાદ પર પણ શનિદેવની મહાદશા હતી.
આ સ્થિતિ જોઈને ભગવાન બ્રહ્માએ તેમને રોક્યો અને ફરીથી વરદાન માંગવા કહ્યું. ત્યારપછી પિપ્પલાદે બે વરદાન માંગ્યા, જેમાં પહેલું વરદાન એ હતું કે જન્મથી લઈને પાંચ વર્ષની ઉંમર સુધીના બાળકોની કુંડળીમાં શનિની કોઈ દશા નહીં રહે અને ના શનિની કોઈ અસર રહે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)