મંત્રોના જાપ દ્વારા આપણે શનિદેવને પ્રસન્ન કરીને જીવનમાં સંઘર્ષ ઓછો કરી શકીએ છીએ. શનિદેવને પ્રસન્ન કરવાના ત્રણ ઉપાય છે. તેમાંનો પહેલો છે આચરણથી, બીજો રત્નથી અને ત્રીજો માર્ગ મંત્રોના જાપ દ્વારા છે. શનિદેવ મંત્રોના જાપ દ્વારા જીવનની ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે.
જો શનિદેવને નિયંત્રિત કરવા હોય અને આપણા જીવનમાં સંઘર્ષ ઓછો કરવો હોય તો તેના માટે શનિ ભગવાનના વિશેષ મંત્રોનો જાપ કરવામાં આવે તો આપણને ઘણો લાભ મળી શકે છે. ચાલો જાણીએ કે ક્યારે અને કેવી રીતે મંત્રનો જાપ કરવો.
શનિની સાડાસાતી: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે. મતલબ કે શનિદેવને એક રાશિમાંથી બીજી રાશિમાં જતા લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. કારણ કે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિની ગતિ ખૂબ જ ધીમી હોવાનું કહેવાય છે. તેથી, શનિનું એક ચક્ર પૂર્ણ થવામાં લગભગ ૩૦ વર્ષ લાગે છે. તમને જણાવી દઈએ કે શનિદેવની સાડાસાતીના ત્રણ ચરણ હોય છે અને એક ચરણ અઢી વર્ષનો માનવામાં આવે છે.
શનિની નાની પનોતી: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે શનિની નાની પનોતી શરૂ થાય છે ત્યારે વ્યક્તિને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. કોઈ પણ રાશિમાં શનિનું આગમન અઢી વર્ષ માટે હોય છે તો તે સ્થિતિને શનિની ધૈયા એટલે કે નાની પનોતી કહેવામાં આવે છે.
શનિ મંત્ર અને જાપ કરવાની રીતઃ પૂર્વ- પશ્ચિમ તરફ મુખ રાખીને મંત્રોનો જાપ કરવો શ્રેષ્ઠ રહેશે. શનિદેવના મંત્રોનો જાપ કરવાનો શ્રેષ્ઠ સમય સાંજનો સમય હોય છે અને સ્ત્રી અને પુરુષ બંને શનિદેવના મંત્રોનો જાપ કરી શકે છે. એવું કહેવાય છે કે શનિદેવના ચિત્ર સાથે મંત્રોનો જાપ ના કરવો જોઈએ અને તેમનો જાપ ફક્ત રૂદ્રાક્ષની માળા પર જ કરવો જોઈએ, આ સિવાય અન્ય કોઈ માળાથી જાપ ના કરો. જાપ કરતી વખતે સફેદ કે વાદળી રંગના વસ્ત્રો પહેરવા જોઈએ.
ક્યા કયા છે શનિના મંત્રો- વૈદિક મંત્ર- ‘ऊँ शं शनैश्चराय नम:’ મંત્રનો જાપ સવાર- સાંજ ૧૦૮ વખત કરવો જોઈએ. તેનાથી શનિ ક્યારેય નારાજ નહીં થાય. બીજ મંત્ર- ‘शं’ લખીને પોતાની જોડે રાખી શકો છો કા તો કામની જગ્યાએ પણ લગાવી શકો છો.
પૌરાણિક મંત્ર- શનિ સબંધિત કોઇપણ પૂજાની શરુઆત કરતા પહેલા ‘नीलांजनसमाभासं रविपुत्रं यमाग्रजम छायामार्तण्डसम्भूतं तं नमामी शनैश्चरम्’ મંત્રનો જાપ કરવો જોઈએ. તાંત્રિક મંત્ર: શનિની દશા લાગી હોય તો ‘ऊँ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:’ મંત્રનો જાપ કરવો જોઈએ.
સૌથી શક્તિશાળી મંત્ર- ‘सूर्यपुत्रो दीर्घ देहो विशालाक्ष: शिवप्रिय: मंदचार: प्रसन्नात्मा पीड़ां हरतु में शनि:!!’ આ મંત્ર સૌથી શક્તિશાળી છે. સાડાસાતી અને ધૈયાથી બચવા માટે આ મંત્રને સતત ૧૦૮ દિવસ સુધી જાપ કરવો જોઈએ.