શ્રાવણ પહેલા મહા ગોચર: ૩૩ દિવસ સુધી ચાર રાશિના લોકોને પડશે ભારે કષ્ટ.. જાણીને ચેતી જાઓ

૧૯ જુલાઈ, ૨૦૨૪ ના રોજ બુધ સિંહ રાશિમાં ગોચર કરી રહ્યા છે. તેમજ બુધ ૨૨ ઓગસ્ટ સુધી સૂર્યની સિંહ રાશિમાં રહેશે. દરમિયાન શ્રાવણ મહિનો ૨૨ જુલાઈથી ૧૯ ઓગસ્ટ ૨૦૨૪ સુધી ચાલશે. બુધનું ગોચર ચાર રાશિના લોકો માટે અશુભ સાબિત થઈ શકે છે.

કર્કઃ બુધનું રાશિ પરિવર્તન કર્ક રાશિના લોકો માટે સારું ના કહી શકાય. આ લોકોને આર્થિક નુકસાન થઈ શકે છે. ઓફિસમાં કોઈ સમસ્યા થઈ શકે છે. વેપારીઓએ પણ પડકારોનો સામનો કરવો પડી શકે છે.

કન્યા: બુધનું ગોચર કન્યા રાશિના લોકોના જીવનમાં ઘણી ઉથલપાથલ કરી શકે છે. તેથી વ્યક્તિગત જીવન અને વ્યવસાયિક જીવન બંને વિશે સાવચેત રહો. બિનજરૂરી જોખમો ના લો. તણાવ અને નુકસાન થઈ શકે છે.

મકર: બુધના ગોચરનો આ મહિનો મકર રાશિના લોકો માટે પણ અનેક અવરોધો અને પરેશાનીઓ આપી શકે છે. કામનો બોજ રહેશે અને તમે તેને સંભાળવામાં અસમર્થતા અનુભવશો. વેપારમાં નુકસાન થઈ શકે છે. ખર્ચ વધુ રહેશે. લવ લાઈફમાં પણ તણાવ થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ના રહો.

મીનઃ સિંહ રાશિમાં બુધનો પ્રવેશ મીન રાશિના લોકોના જીવનમાં સમસ્યાઓ વધારશે. તમારા કાર્યને પૂર્ણ કરવામાં તમારે પડકારોનો સામનો કરવો પડશે. સહકારનો અભાવ જણાશે. ખર્ચમાં વધારો થશે, તમારે લોન લેવી પડી શકે છે.

શ્રાવણના ઉપાયઃ આ નકારાત્મક પરિસ્થિતિઓથી બચવા માટે પવિત્ર મહિનામાં ભગવાન શિવની પૂજા કરો. દરરોજ ભગવાન શિવનો જલાભિષેક કરો. તેમજ તેમને બધા દુ:ખ- દર્દ દૂર કરવા અને સુખ અને સમૃદ્ધિ આપે તેના માટે પ્રાર્થના કરો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)