વાસ્તુ શાસ્ત્રમાં ઊંઘવાની દિશાની સાથે સાથે કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે, જેને અપનાવીને ધન- સમૃદ્ધિને આકર્ષિત કરી શકાય છે. આ માટે સૂતી વખતે તમારા પલંગ પાસે કેટલીક ખાસ વસ્તુઓ રાખો, જેનાથી ઘણી સમસ્યાઓ દૂર થશે અને આર્થિક લાભ પણ થશે.
દૂધઃ જો તમે વારંવાર આર્થિક તંગી અથવા આર્થિક નુકસાનનો સામનો કરી રહ્યા છો, તો રાત્રે સૂતા પહેલા તમારા પલંગ પાસે એક ગ્લાસ દૂધ રાખો. પછી બીજા દિવસે તેને બાવળના ઝાડને અર્પણ કરી દો. આ ઉપાય સાત રવિવાર સુધી કરો. તેનાથી આર્થિક પ્રગતિમાં આવતા અવરોધો દૂર થશે અને ટૂંક સમયમાં જ તમારા ખિસ્સા અને તિજોરી ભરાવા લાગશે.
ચાકુઃ જો તમે રાત્રે અચાનક ઊંઘમાંથી જાગી જાઓ અથવા ખરાબ સપનાં આવતા હોય તો લોખંડની છરી કે અન્ય કોઈ ધારદાર લોખંડની વસ્તુ ઓશીકા નીચે રાખીને સૂઈ જાઓ. તેનાથી ખરાબ સપના નથી આવતા. ઊંઘમાં કોઈ વિક્ષેપ નથી પડતો. વ્યક્તિ દિવસભર તાજી અને સક્રિય રહે છે.
લસણઃ જો ઘરમાં નકારાત્મકતા છે અથવા તમે નકારાત્મક વિચારોથી પરેશાન છો તો રાત્રે ઓશીકા નીચે લસણ રાખીને સૂઈ જાઓ. જો લસણની ગંધ તમને પરેશાન કરે છે, તો તમે તમારા ખિસ્સામાં લસણ રાખીને સૂઈ શકો છો. તમને સારી ઊંઘ પણ આવશે અને નકારાત્મકતા દૂર થશે.
સિક્કો અને મીઠું: બીમારીથી રાહત મેળવવા માટે પૂર્વ તરફ માથું રાખીને સૂઈ જાઓ અને તકિયાની નીચે સિક્કો રાખો. બેડરૂમમાં કાચના બાઉલમાં સિંધાલુણ પણ રાખો. તેનાથી લાભ થશે. દર અઠવાડિયે બાઉલમાં મીઠું બદલતા રહો.
લીલી ઈલાયચી: સૂતી વખતે ઓશિકા નીચે લીલી ઈલાયચી રાખવી ખૂબ જ સારી માનવામાં આવે છે. તેનાથી શુભ ફળ મળે છે. તેમજ ગાઢ ઊંઘ આવે છે.
વરિયાળીઃ કુંડળીમાં રાહુ દોષ હોય તો રાત્રે ઓશિકા નીચે વરિયાળી રાખીને સૂઈ જાઓ. તેનાથી રાહુની અશુભ અસર દૂર થાય છે. કોઈ ખરાબ સપના નથી આવતા. માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. સમસ્યાઓમાંથી રાહત મળે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)