હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીનો નિવાસ હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં પણ તુલસીને ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવવામાં આવેલ છે. વાસ્તુ અનુસાર ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જાનું નિર્માણ થાય છે.
તમે ઘણી વાર જોયું હશે કે તુલસીના છોડમાંથી માંજર ઉગતા હોય છે. માન્યતાઓ અનુસાર, જ્યારે પણ તુલસીમાં માંજર આવતા હોય છે, તેનો અર્થ છે કે તુલસી દુઃખી છે. પરંતુ આજે અમે તમને કેટલાક સરળ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેને અપનાવવાથી તમને ધન- સમૃદ્ધિ મળશે. આ સાથે તુલસીનો છોડ પણ હર્યોભર્યો રહેશે.
તુલસીના માંજરનો ઉપાયઃ ભગવાન શિવને અર્પણ કરો – હિંદુ શાસ્ત્રો અને પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે ભગવાન શિવ અને તેમના પુત્ર ગણેશને તુલસીના પાન ચઢાવવાની મનાઈ છે, પરંતુ તમે ભગવાન શિવને તુલસીના માંજર અર્પણ કરી શકો છો.
તુલસીના માંજર ચઢાવવાથી તમને પારિવારિક સુખનો લાભ મળશે. જો કોઈ વ્યક્તિના જીવનમાં પ્રેમની કમી હોય અથવા તો તેના લગ્નજીવનમાં કોઈ અડચણ આવી રહી હોય તો આવા વ્યક્તિએ દૂધમાં માંજર મિક્સ કરીને ભગવાન શિવ પર અભિષેક કરવો જોઈએ.
ગંગાના જળમાં માંજર ભેળવીને રાખો – તુલસીના માંજર ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવામાં ફાયદાકારક હોય છે. એટલા માટે કોઈપણ શુભ દિવસે ગંગા જળમાં માંજર મિક્સ કરીને અઠવાડિયામાં બે દિવસ ઘરમાં છાંટવું. તેમ કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જશે.
તુલસી માંજરને લાલ કપડામાં મિક્સ કરીને રાખો- તુલસી મંજરીને લાલ કપડામાં બાંધીને તમારા ઘરની તે જગ્યાએ રાખો. જ્યાં તમે તમારું ધન રાખો છો. તેવું કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મીનો નિવાસ થાય છે અને તમને ક્યારેય ધનની કમી નહીં થાય.
શુક્રવારે માં લક્ષ્મીને તુલસીને માંજર અર્પણ કરો- જો તમે દર શુક્રવારે મા લક્ષ્મીના ચરણોમાં તુલસી મંજરી અર્પણ કરો છો, તો આ કરવાથી માં લક્ષ્મી તમારી બધી મનોકામનાઓ જલ્દી પૂરી કરશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)