શરુ થવાનું છે ‘અગ્નિ પંચક’, ભૂલથી પણ ના કરવા આ કામ.. જીવનભર થશે નુકસાન!

હિન્દુ ધર્મ અને જ્યોતિષમાં પંચકનો સમય શુભ કાર્ય કરવા માટે અશુભ કહેવાય છે. પંચક દરમિયાન કેટલાક કામો પર સંપૂર્ણ પ્રતિબંધ હોવાનું પણ જણાવાયું છે. હિંદુ પંચાંગ અનુસાર દર મહિને પંચક હોય છે, જે પાંચ દિવસના હોય છે. નવેમ્બરના અંતિમ સપ્તાહમાં પંચક થવા જઈ રહ્યું છે જે ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં પૂર્ણ થશે.

તેવી સ્થિતિમાં પંચક શરૂ થતાં પહેલા કેટલીક મહત્વપૂર્ણ બાબતો જાણી લેવી જોઈએ અને પંચક દરમિયાન તેનું ધ્યાન રાખવું જોઈએ. નહીંતર પંચકમાં કેટલીક બાબતોને અવગણવી એ આખી જીંદગી માટે અફસોસનું કારણ બની શકે છે.

નવેમ્બરમાં અગ્નિ પંચક લાગશે: નવેમ્બર ૨૦૨૨ માં જે પંચક થવા જઈ રહ્યું છે તે અગ્નિ પંચક છે. મંગળવારથી પંચક શરૂ થાય છે ત્યારે તેને અગ્નિ પંચક કહેવાય છે. આ વખતે પંચક ૨૯ નવેમ્બર, મંગળવારથી શરૂ થશે અને ૪ ડિસેમ્બર, રવિવારની રાત્રે સમાપ્ત થશે.

અગ્નિ પંચકને જ્યોતિષ શાસ્ત્રમાં અશુભ માનવામાં આવે છે તેથી આ પાંચ દિવસ સુધી ખૂબ જ સાવધાની રાખવાની જરૂર રહેવાની છે. આ સમય દરમિયાન કોઈ પણ શુભ કાર્ય ના કરવું, સાથે જ કેટલીક અન્ય બાબતોનું પણ ધ્યાન રાખવું પડશે, નહીં તો તમારે મોટું નુકસાન સહન કરવું પડી શકે છે.

અગ્નિ પંચક દરમિયાન આ કામ ના કરવા: માનવામાં આવે છે કે અગ્નિ પંચકમાં આગનો ભય વધુ રહે છે. તેવી સ્થિતિમાં આ સમય દરમિયાન આગનું ખાસ ધ્યાન રાખો. ખાસ કરીને આ પંચક દરમિયાન કોઈપણ પ્રકારના મશીન, હથિયાર, બાંધકામ સંબંધિત વસ્તુઓ ના ખરીદવી.

પંચક દરમિયાન લાકડું, લાકડાની સામગ્રી, બળતણ ના ખરીદવું. ખાટલો, પલંગ ખરીદવો, ઘરની છત સ્થાપિત કરવી અથવા ઘરનું બાંધકામ શરૂ કરવું ખૂબ જ અશુભ સાબિત થશે.

પંચકના પાંચમાં દિવસે દક્ષિણ દિશામાં મુસાફરી કરવાનું ટાળવું. દક્ષિણ દિશાને યમરાજની દિશા માનવામાં આવે છે. પંચકમાં આ દિશામાં યાત્રા નુકસાનકારક સાબિત થઈ શકે છે.

અગ્નિ પંચક દરમિયાન મંગળ સંબંધિત વસ્તુઓનો ઉપયોગ સાવધાનીથી કરવો. તેમજ ગુસ્સે ના થવું. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)