મંદિરમાંથી જૂતા- ચંપલની ચોરીને લઈને ઘણી માન્યતાઓ છે. જ્યારે મંદિરમાંથી જૂતા- ચંપલની ચોરી થવાને એક સામાન્ય પ્રથા માનવામાં આવે છે, તો જ્યોતિષ અનુસાર તે એક શુભ શુકન હોય છે. ખાસ કરીને જ્યારે તે શનિવારનો દિવસ હોય. આ દિવસે મંદિરમાંથી જૂતા- ચપ્પલ ગુમ થવાનો અર્થ છે કે જલ્દી જ તમને ખરાબ સમયમાંથી આઝાદી મળવાની છે અને તમારા પરથી ગરીબી ઉતરવાની છે. ચાલો જાણીએ કે શનિવારના દિવસે જૂતા- ચપ્પલ ગુમ થવાને શુભ માનવામાં આવે છે.
જાણો શા માટે શનિવારે જૂતા અને ચપ્પલની ચોરી થવી શુભ હોય છે: શનિવારના દિવસે જો મંદિરથી જૂતા- ચપ્પલ ચોરી થઇ જાય તો તેનો સંકેત છે કે હવે શનિના કારણે તમને પરેશાનીઓનો સામનો નહીં કરવો પડે.
કહેવાય છે કે શનિનો વાસ પગોમાં હોય છે તેથી પગોથી સંબંધિત હોવાના કારણે જૂતા- ચપ્પલના કારક શનિ છે. કહેવામાં આવે છે કે જૂતા- ચપ્પલ દાન કરવાથી શનિદેવ ઘણા ખુશ થાય છે.
ચામડું અને પગ બંને શનિથી પ્રભાવિત થતા હોય છે, તેથી જો શનિવારના દિવસે જૂતા- ચપ્પલ ચોરાઈ જાય છે, તો એવું માનવું જોઈએ કે જ્યારે પરેશાનીના દિવસો ખૂબ જ જલ્દી સમાપ્ત થવાના છે. આ જ કારણ છે જેથી ઘણા લોકો શનિવારે શનિ મંદિરોમાં પોતાના જૂતા અને ચપ્પલ મુકીને આવે છે જેથી શનિદેવ તેમના કષ્ટો ઓછા કરી શકે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત બીટ કોઈપણ પ્રકારની જાણકારી, માન્યતાની પુષ્ટિ નથી કરતું. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો.