આ આદતો હોય તો સાડાસાતી અને પનોતીમાં પણ કૃપા વરસાવે છે શનિ, જાણી લો

શનિ હંમેશા અશુભ ફળ જ નથી આપતા પરંતુ તેઓ શુભ ફળ પણ આપે છે. તેઓ ન્યાયના દેવતા હોવાથી ક્રિયાઓના આધારે ફળ આપતા હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેઓ એવા ગ્રહ છે જેમના પર વ્યક્તિની સારી અને ખરાબ આદતોની અસર સૌથી વધુ થતી હોય છે. એટલા માટે જ્યોતિષ શાસ્ત્રમાં શનિના પ્રકોપથી બચવા માટેના ઉપાય કરવાની સાથે સાથે તેવા કામોથી પણ બચવાનું કહેવાય છે, જે શનિને નથી ગમતા હોતા.

આ આદતો બને છે શનિના પ્રકોપનું કારણ: કેટલીક આદતો શનિદેવને સખત નાપસંદ હોય છે તો કેટલીક ખૂબ જ પસંદ હોય છે. જો કોઈ વ્યક્તિ એવી આદતો અપનાવે છે જે શનિદેવને પસંદ નથી, તો તેને પોતાના જીવનમાં પૈસાની તંગી, શારીરિક- માનસિક તકલીફો, માનહાની જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ સિવાય તેવા લોકો કોઈપણ ગુનાહિત પ્રવૃત્તિમાં પણ સામેલ થઈને તેમનું જીવન બરબાદ કરી નાખતા હોય છે.

આ આદતો શનિને કરે છે ગુસ્સે: કેટલીક આદતો અને કાર્યો શનિદેવને એટલા પસંદ આવે છે કે તેને અપનાવનારા જાતકો પર શનિ સાડાસાતી અને ઢૈયામાં પણ શુભ ફળ આપે છે. એટલા માટે આ લોકો શનિની મહાદશા પણ હસતા- રમતા પસાર કરી દે છે, ઉપરાંત આ દરમિયાન ઘણા લોકોનું નસીબ પણ બદલાઈ જાય છે. આવો જાણીએ કઈ આદતો અપનાવનારા લોકો પર શનિ હંમેશા મહેરબાન રહે છે.

ગરીબ અને નિસહાય લોકોની મદદ કરનારા લોકોઃ શનિદેવ એવા લોકો પર હંમેશા મહેરબાન રહેતા હોય છે જેઓ ગરીબ અને લાચાર લોકોની મદદ કરે છે. જો કુંડળીમાં પણ શનિ અશુભ સ્થિતિમાં હોય અને વ્યક્તિ ગરીબ અને નિસહાય લોકોની મદદ કરે તો મોટામાં મોટો શનિનો દોષ પણ દૂર થઈ જતો હોય છે અને તેમના જીવનમાં સમસ્યાઓ નથી આવતી.

મહેનતુ લોકોઃ શનિદેવને મહેનતુ લોકો ખૂબ જ ગમતા હોય છે. તે જ કારણ હોય છે કે શનિની સાડાસાતી અને ઢૈયામાં પણ તેમને સારું પરિણામ મળે છે. તો બીજીતરફ બાકીના સમયમાં પણ શનિ તેમને ક્યારેય કષ્ટ નથી આપતા.

જે લોકો સ્વચ્છ રહે છે: જે લોકો હંમેશા સ્વચ્છ રહે છે, તેમના પર પણ શનિદેવની કૃપા હંમેશા રહે છે. બીજી તરફ ગંદા નખવાળા લોકો પર શનિની હંમેશા દ્રષ્ટિ રહે છે. (ડિસ્કલેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)