નવેમ્બર મહિનો શરૂ થવાનો છે. અત્યાર સુધી એવી મૂંઝવણ હતી કે દિવાળીની ઉજવણીની હકીકતમાં તારીખ ૩૧ મી ઑક્ટોબર છે કે ૧ નવેમ્બર ૨૦૨૪ છે? કોઈ પણ તારીખ હોય, એક વાત ચોક્કસ છે કે અમુક તારીખે જન્મેલા લોકો માટે આ દિવાળી ખૂબ જ શુભ રહેવાની છે.
ચમકી જશે કિસ્મત: અંક શાસ્ત્ર અનુસાર કેટલીક રાશિઓ માટે દિવાળીના અવસર પર ગ્રહોની સ્થિતિ ઘણી સારી છે. દિવાળીથી આ લોકોના જીવનમાં સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. ધન લાભ અને કરિયરમાં ઉન્નતિની તકો મળશે. ચાલો જાણીએ કે આ દિવાળી કોના માટે શુભ છે.
મૂળાંક ૨: જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની ૨, ૧૧, ૨૦ કે ૨૯ તારીખે થયો હોય, તેમનો મૂળાંક ૨ હોય છે. આ દિવાળીમાં નંબર ૨ વાળા લોકો લોટરી જીતી શકે છે. જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે, તે સાકાર થઈ શકે છે. આર્થિક લાભ થશે. બેરોજગારોને ફાયદો થશે. સંબંધો વધુ મજબૂત બનશે. અપરિણીત લોકોના લગ્ન નક્કી થઈ શકે છે.
મૂળાંક ૩: કોઈપણ મહિનાની ૩, ૧૨, ૨૧ કે ૩૦ તારીખે જન્મેલા લોકોનો મૂળાંક નંબર ૩ હોય છે. ૩ અંક વાળા લોકો માટે દિવાળી ખૂબ જ સારી રહેશે. તેઓ દિવાળીના તહેવારનો ભરપૂર આનંદ માણશે. આવકમાં વધારો થશે. આવકના નવા સ્ત્રોત બનશે. ઉદ્યોગપતિઓ ભારે વેચાણ કરશે અને મોટો નફો મેળવશે. ઘરમાં દરેક સાથે સારો તાલમેલ રહેશે.
મૂળાંક ૬: જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની ૬, ૧૫ કે ૨૪ તારીખે થયો હોય તેઓનો મૂળાંક ૬ હશે. આ દિવાળી મૂળાંક ૬ વાળા લોકોને બમ્પર લાભ આપવા જઈ રહી છે. વ્યવસાય અને નોકરીમાં તમારી સફળતા ઊંચાઈને સ્પર્શશે. તમે ઘણા પૈસા કમાઈ શકશો. તમારી ક્ષમતાઓ અને વ્યક્તિત્વનું આકર્ષણ વધશે. પ્રેમમાં ડૂબી જશે. અવિવાહિત લોકો પણ લગ્ન કરી શકે છે.
મૂળાંક ૭: જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની ૭, ૧૬ અથવા ૨૫ તારીખે થયો હોય તેમના મૂળાંક ૭ હશે. આ લોકો માટે દિવાળી ખૂબ જ શુભ હોય છે. તેમને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે. વ્યાવસાયિક જીવનમાં સફળતા મળશે. કોઈ સારા સમાચાર મળી શકે છે.
ઈચ્છિત જીવન સાથી મેળવવાનું સપનું પૂરું થઈ શકે છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)