આ દિશામાં મોં રાખીને ભોજન કરવું ખુબજ અશુભ, ધન હાનિ સાથે ભોગવવી પડશે બીમારીઓ

ખોરાક ખાવાની સાચી દિશા હોવી ખૂબ જ જરૂરી છે કારણ કે તેની સીધી અસર વ્યક્તિના સ્વાસ્થ્ય, સંબંધો અને આર્થિક સ્થિતિ પર પડે છે. જાણો વાસ્તુ અનુસાર ભોજનની સાચી દિશા.

ભોજનના નિયમોઃ હિન્દુ ધર્મમાં દરેક કાર્ય માટે યોગ્ય દિશા અને પદ્ધતિ આપવામાં આવી છે. પછી તે ભગવાનની પૂજાની દિશા હોય કે રસોઈ અને ભોજનની દિશા. વાસ્તુ શાસ્ત્રમાં ભોજન સંબંધી કેટલાક મહત્વપૂર્ણ નિયમો આપવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે, દરરોજ પ્રથમ રોટલી ગાયને અને છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવી જોઈએ.

તેનાથી તમામ દેવી- દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે, ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે અને પરેશાનીઓથી રક્ષણ મળે છે. તેમજ જમતી વખતે મોં કઈ દિશામાં હોવું જોઈએ તેનું ધ્યાન રાખવું જોઈએ. આવો જાણીએ કઈ દિશામાં ભોજન કરવું જોઈએ અને કઈ દિશામાં નહિ.

આ દિશામાં મુખ રાખીને ભોજન ન કરોઃ એક દિશાને ભોજન ખાવા માટે સૌથી અશુભ માનવામાં આવે છે, તે દિશા દક્ષિણ દિશા છે. દક્ષિણ તરફ મુખ કરીને ક્યારેય ભોજન ન કરવું જોઈએ. દક્ષિણ દિશા એ યમની દિશા છે. દક્ષિણ તરફ મુખ રાખીને ખાવામાં આવે તો આયુષ્ય ઘટે છે અને સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. બીમારીઓ આવા લોકોનો પીછો નથી છોડતી. તેમજ આર્થિક નુકશાન પણ થાય છે.

ઉત્તર તરફ મુખ કરીને ખાવુંઃ જે લોકો પોતાની કારકિર્દીની શરૂઆત કરી રહ્યા છે અથવા જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માગે છે તેમણે ઉત્તર તરફ મુખ કરીને ભોજન કરવું જોઈએ. તેમ કરવાથી કરિયરમાં ઝડપથી સફળતા મળે છે અને ઉચ્ચ પદ અને ધન પ્રાપ્ત થાય છે.

પૂર્વ તરફ મુખ કરીને ભોજન કરવુંઃ વાસ્તુ શાસ્ત્ર અનુસાર પૂર્વ કે ઉત્તર- પૂર્વ તરફ મુખ રાખીને ભોજન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. પૂર્વ તરફ મુખ રાખીને ભોજન કરવાથી માનસિક શાંતિ મળે છે. સ્વાસ્થ્ય સારું રહે. લાંબુ આયુષ્ય મળે છે.

ઉત્તર- પૂર્વ તરફ મુખ રાખીને ભોજન કરવુંઃ ઉત્તર-પૂર્વ તરફ મોં રાખીને ભોજન કરવું ખૂબ જ સારું હોય છે. જેના કારણે ખોરાકનું પાચન યોગ્ય રીતે થાય છે.

પશ્ચિમ તરફ મુખ કરીને ભોજન કરવુંઃ નોકરી કરતા લોકો, વેપારી લોકો, નોકરી, સાહિત્ય, સંશોધન કે શિક્ષણ સાથે જોડાયેલા લોકોએ ઘરમાં પશ્ચિમ તરફ મોં રાખીને ભોજન કરવું જોઈએ. તેનાથી તેમને ઘણો ફાયદો થશે અને પ્રગતિ થશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)