જોત જોતામાં સારા એવા ચાલતા ધંધા- રોજગાર ઠપ્પ થઇ જતા છે. કોઈપણ કાર્યની પ્રગતિમાં અનેક પ્રકારના અવરોધો આવવા લાગતા હોય છે. બાળક હસતાં રમતાં શાંત પડી જાય છે કા તો રડતું જ રહે છે. ખરાબ નજર જીવન સાથે જોડાયેલી તમામ બાબતોને અસર કરે છે. ઘર, વાહન અને દુકાનથી લઈને ખાવા- પીવા સુધીની દરેક વસ્તુ એક સાથે અને પળવારમાં પ્રભાવિત થવા લાગે છે. તેવી સ્થિતિમાં જાણી લો નજર દોષ દૂર કરવાના ઉપાય.
ખરાબ નજરથી છુટકારો મેળવવા માટે કરવામાં આવે છે આ ઉપાયો: જો એવું લાગે કે કોઈ ચોક્કસ વ્યક્તિની નજર લાગી છે, તો તેની જોડે તમારા બાળકોના માથા પર હાથ ફેરવવાઈ લેવો. તેવું માનવામાં આવે છે કે આમ કરવાથી નજર દોષ ઉતરી થઈ જાય છે.
જો ઘરમાં કોઈ પ્રકારનો કલહ હોય કે ઘરના કોઈ સભ્યને નજર લાગી ગઈ હોય તો દરરોજ સુંદરકાંડનો પાઠ કરવો. તેમજ ઘરમાં અગરબત્તી પ્રગટાવો. તેવું કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
જો ઘરમાં કોઈ બાળક નજરે પડે અને તે સતત રડતું રહેતું હોય અથવા સ્વભાવે ચીડિયું થઈ ગયું હોય તો તાંબાના વાસણમાં પાણી અને તાજા ફૂલ લઈને બાળકના માથા પરથી ૧૧ વાર ઉતારી લો. તેવું માનવામાં આવે છે કે તેમ કરવાથી નજર દોષ દૂર થઈ જાય છે.
જો તમને એવું લાગે કે કોઈની નજર લાગી ગઈ છે અથવા ધંધો ઠપ થઈ ગયો છે, તો વેપારના સ્થાન પર લાલ રંગની હનુમાનજીની પ્રતિમા અથવા ચિત્ર લગાવો. દરરોજ સવારે તેને લાલ ફૂલ ચઢાવો.
સાથે જ ધંધાના સ્થળે શંખમાં જળ ભરીને છંટકાવ કરવો. તેવું માનવામાં આવે છે કે આમ કરવાથી વ્યાપાર જોરદાર ચાલવા લાગે છે. (ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)