વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમયે ગોચર કરે છે. બુધ કોઈપણ રાશિમાં ૨૫ દિવસ સુધી રહે છે. ૨૬ માર્ચે બુધે મંગળની રાશિ મેષ રાશિમાં ગોચર કર્યું છે. તમને જણાવી દઈએ કે ગુરુ મેષ રાશિમાં પહેલાથી જ બિરાજમાન છે અને મેષ રાશિમાં બુધ અને ગુરુની યુતિ થઇ ગઈ છે.
તમને જણાવી દઈએ કે આ યુતિ લગભગ ૧૫ દિવસ સુધી રહેતી હોય છે. તેવી સ્થિતિમાં કેટલીક રાશિઓ માટે ભાગ્યના સ્ટાર્સ ચમકવા જઈ રહ્યા છે. આ સમયગાળા દરમિયાન ધનમાં અપાર વૃદ્ધિ થશે. જાણો આ લકી રાશિઓ.
કર્કઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ રાશિના લોકો માટે આ યુતિ વિશેષ ફાયદાકારક સાબિત થશે. તમને જણાવી દઈએ કે આ યુતિ તમારી રાશિના કર્મ ભાવમાં થવાની છે. તેવામાં કર્ક રાશિના લોકોને કામ અને બિઝનેસમાં સારી સફળતા મળી શકે છે. તમને જીવનના તમામ ક્ષેત્રોમાં સારી તકો મળી શકે છે.
નોકરીયાત લોકોને આ સમયગાળા દરમિયાન પરિવાર તરફથી સહયોગ મળશે અને નવી તકો મળશે. એટલું જ નહીં, નોકરી કરતા લોકો તેમની પસંદગીની કોઈપણ જગ્યાએ નોકરી અને પ્રમોશન મેળવી શકે છે.
સિંહ: ગુરુ અને બુધની યુતિ બુધ રાશિના જાતકો માટે વિશેષ લાભદાયી સાબિત થશે. તમને જણાવી દઈએ કે આ યોગ તમારી ગોચર કુંડળીના નવમાં ભાવમાં બનવા જઈ રહી છે. તેવામાં આ રાશિના જાતકોને આ સમયે ભાગ્યનો સાથ મળશે. કોઈ ધાર્મિક કે શુભ કાર્યમાં ભાગ લઈ શકો છો.
આ સમયગાળા દરમિયાન તમે સારા પૈસા કમાવવામાં સફળ રહેશો. તમને તમારી મહેનતનું ફળ મળશે અને તમે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. દેશ- વિદેશમાં પ્રવાસ કરી શકો છો. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય શુભ સાબિત થશે.
મકર: જણાવી દઈએ કે આ યુતિ મકર રાશિના લોકો માટે ફાયદાકારક સાબિત થશે. તમને જણાવી દઈએ કે આ યુતિ તમારી ગોચર કુંડળીના ચોથા ભાવમાં બનવા જઈ રહી છે. તેવામાં તમારી સુખ- સુવિધાઓમાં વધારો થશે. તમે આ સમયે વાહન અથવા મિલકત વગેરે ખરીદી શકો છો.
આ સમયે તમને ખૂબ પૈસા મળશે. તમને પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. તમને નોકરી અને વ્યવસાયમાં સારી સફળતા મળશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીત તેની પુષ્ટિ નથી કરતું.)