વૈદિક જ્યોતિષમાં દરેક ગ્રહને પોતપોતાનું મહત્વ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે દરેક ગ્રહ તેના ચોક્કસ સમયે ગોચર કરે છે. ઓગસ્ટમાં મંગળનું ગોચર કેટલીક રાશિઓને શુભ અને કેટલીક રાશિઓને અશુભ પરિણામ આપશે. આ વર્ષે ઓગસ્ટમાં જન્માષ્ટમીના શુભ અવસર પર મંગળ પણ પોતાની ચાલ બદલીને કેટલીક રાશિના લોકોને ધનવાન બનાવશે.
ગ્રહોનો સેનાપતિ મંગળ ૨૬ ઓગસ્ટે પોતાની ચાલમાં પરિવર્તન કરશે. મંગળ મેષ અને વૃશ્ચિક રાશિના સ્વામી છે અને ૨૬ ઓગસ્ટ, જન્માષ્ટમીના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં મંગળના પ્રવેશથી ઘણી રાશિઓને ઘણો ફાયદો થવાનો છે.
તમને જણાવી દઈએ કે મંગળને ભાઈ, સફળતા, ઉર્જા, શક્તિ વગેરેનો ગ્રહ માનવામાં આવે છે. મંગળના ગોચરને કારણે ઘણી રાશિના લોકોને જીવનમાં સફળતા મળશે. પૈસા સંબંધિત સમસ્યાઓમાંથી તમને રાહત મળશે. જાણો કઈ રાશિ માટે આ વખતે જન્માષ્ટમી પર સોનેરી સમય શરૂ થવા જઈ રહ્યો છે.
સિંહ: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સિંહ રાશિના લોકો માટે મંગળનું ગોચર ખૂબ જ શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન સિંહ રાશિના લોકોનું પદ અને પ્રતિષ્ઠા વધશે. આ સમયે કાર્યક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થશે. આ સમયે નોકરીની નવી તકો પ્રાપ્ત થશે. આ સમયે સામાજિક જવાબદારીઓ વધશે અને તમને વિશેષ લાભ થશે.
મેષ: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ રાશિના લોકો માટે મંગળનું ગોચર શુભ સાબિત થશે. આ સમયગાળા દરમિયાન તે ખાસ કરીને ફાયદાકારક સાબિત થશે. નાના ભાઈ- બહેનો સાથે સંબંધો સારા રહેશે. હિંમત અને આત્મવિશ્વાસમાં વધારો થશે. ધાર્મિક કાર્યો તરફ ઝુકાવ વધશે. આ સમયગાળા દરમિયાન વિદેશ જવાની શક્યતાઓ છે. તમને વિદેશી કંપનીઓમાં નોકરીની તકો મળશે. કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સમર્થ રહેશો.
કન્યા: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કન્યા રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન દરેક ક્ષેત્રમાં સફળતા મળશે અને ધન લાભ થશે. કાર્યસ્થળનું વાતાવરણ તમારા માટે અનુકૂળ રહેશે. નોકરીમાં પ્રમોશનના સમાચાર મળી શકે છે. તો બીજીતરફ રાજકારણ સાથે જોડાયેલા લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે.
આ સમયે તમે તમારું ભાગ્ય અજમાવી શકો છો. વિદ્યાર્થીઓ માટે પણ મંગળનું ગોચર શુભ રહેશે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવાનું વિચારી રહ્યા છે તેમની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. આ સમયે ધન- સંપત્તિમાં વધારો થશે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)