જૂનનું ત્રીજું અઠવાડિયું ચાર રાશિના લોકો માટે ખુશીઓ લઈને આવવાનું છે. આ લોકોને પ્રગતિ, ધન અને સન્માન મળશે. અણધાર્યા સમાચાર પ્રાપ્ત થઈ શકે છે. ત્રણ રાશિના લોકોને નુકસાન થવાની શક્યતાઓ રહેલી છે. બાકીની રાશિઓ માટે સમય મિશ્ર પરિણામ આપનારો રહેશે. ત્યારે આવો જાણીએ કે ૧૬ જુનથી ૨૨ જૂન ૨૦૨૪ સુધીનો સમય મેષથી મીન રાશિના લોકો માટે કેવો રહેશે.
મેષ – વેપારી વર્ગના લોકો પોતાની દુકાન, શોરૂમ, ઓફિસમાં ફેરફાર કરી શકે છે. નોકરીમાં અધિકારીઓ તરફથી માન- સન્માન મળવાના સંકેત છે. શેરબજારમાં અચાનક રોકાણ ના કરો.
વૃષભ: આ સપ્તાહ કારકિર્દી સંબંધિત સમસ્યાઓ ઉકેલવામાં પસાર થશે. સ્વાસ્થ્ય સેવા સાથે સંકળાયેલા લોકોને આર્થિક લાભ મળવાની સંભાવના છે. બાકી રહેલા પૈસા મળવાથી તમે ખુશ થશો.
મિથુન: આ સપ્તાહે ઉછીના પૈસા પાછા મળવાના સંકેતો છે. આત્મવિશ્વાસ વધશે જેના કારણે તમે કોઈ નવું કાર્ય શરૂ કરવામાં સફળ થશો. નવી નોકરી મેળવવા માટે તમારે વધુ મહેનત કરવી પડશે.
કર્ક: લાંબા અંતરની યાત્રા પર ધનનો ખર્ચ થશે. તમે તમારા વ્યવસાયના વિસ્તરણમાં સફળતા પ્રાપ્ત કરશો. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા લોકોને મોટો આર્થિક લાભ થશે.
સિંહ: વ્યવસાયિક બાબતોમાં ઊભી થતી સમસ્યાઓના ઉકેલમાં તમે વ્યસ્ત રહેશો. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. શેરબજારમાં રોકાણ કરવાથી મોટો આર્થિક લાભ થવાની શક્યતાઓ રહેલી છે.
કન્યા: આર્થિક બાબતોમાં આ અઠવાડિયું ઘણું અનુકૂળ રહેશે. આવકમાં વધારો થશે. પૈસા સંબંધિત લેવડ -દેવડમાં સારો આર્થિક લાભ થશે. ભાગીદારીમાં કરવામાં આવેલ વ્યવસાયમાં આર્થિક લાભ થવાની સંભાવના છે.
તુલા- નાના વેપારીઓની આર્થિક સ્થિતિમાં સુધારો થશે. કાર્યસ્થળમાં તમને માન-સન્માન મળશે. વેપારમાં પરિવર્તનની શક્યતાઓ રહેલી છે. પ્રમોશન મળવાની શક્યતાઓ છે.
વૃશ્ચિક- બિઝનેસમાં તમારી વિશ્વસનીયતા વધશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આયાત-નિકાસના ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને મોટો આર્થિક લાભ મળી શકે છે.
ધન: તમને મોટી સંસ્થાઓ તરફથી ઓફર મળી શકે છે. પ્રોપર્ટીની ખરીદી અને વેચાણ દ્વારા પૈસા કમાવવાની તકો મળશે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાં પૈસા ખર્ચ થશે.
મકર: નોકરીમાં બદલાવ શક્ય છે. નોકરીમાં પરિવર્તનથી આર્થિક પ્રગતિ થશે. ઉત્પાદન સંબંધિત વ્યવસાયમાં લાભ થતો જણાય છે. નોકરીયાત લોકોનો પગાર વધી શકે છે.
કુંભ: અણધાર્યા ધન લાભની શક્યતાઓ રહેલી છે. નવો ધંધો શરૂ કરવાથી ફાયદો થઈ શકે છે. પૈસા ઉધાર આપવાનું ટાળો. મિલકતની ખરીદી અને વેચાણમાં ઉતાવળ ના કરવી.
મીન: નવું વાહન ખરીદવાની શક્યતાઓ રહેલી છે. તમારે કોઈ જરૂરી અને મહત્વપૂર્ણ કામ માટે પૈસા ઉધાર લેવા પડી શકે છે. ધંધો સાવધાનીથી કરો અને કાયદાકીય બાબતોમાં પડવાનું ટાળો. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)