Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
તિજોરીમાં પૈસાની જગ્યા પર રાખો આ વસ્તુઓ, થવા લાગશે ધન વર્ષા, જીવન થઇ જશે ન્યાલ - Gujarat Beat

તિજોરીમાં પૈસાની જગ્યા પર રાખો આ વસ્તુઓ, થવા લાગશે ધન વર્ષા, જીવન થઇ જશે ન્યાલ

દરેક વ્યક્તિ જીવનમાં પૈસા કમાવાનું ઈચ્છે છે. તેને પ્રાપ્ત કરવામાં સખત મહેનત કરવી પડે છે. જો કે જીવનમાં પ્રગતિ માત્ર સખત મહેનતથી જ મળે છે. ઘણી વાર કિસ્મત સાથ આપતી નથી અને ધનનો સંચય કરી શકતા નથી. વાસ્તુ શાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુને તમારા લોકરમાં રાખવાથી તમારા જીવનમાં વધુ ધનને આકર્ષિત કરવામાં મદદ કરે છે. ચાલો જાણીએ વાસ્તુ શાસ્ત્ર અનુસાર લોકરમાં કઈ વસ્તુ રાખવાથી આવે છે બરકત

નવી ચલણી નોટો રાખો: તમારી પસંદ અનુસાર દરેક નંબરની અથવા ઓછામાં ઓછી એક નોટ રાખવી જોઈએ. આ નોટોને ક્યારેય પણ તમારા લોકરમાંથી બહાર ના કાઢવી.

એક નાનો અરીસો રાખો: તમારા ઘરમાં મહત્તમ પૈસા આકર્ષવા માટે તમારા લોકરની અંદર એક નાનો અરીસો રાખો. ધ્યાન રાખો કે જયારે તમે લોકર ખોલો છો તો અરીસો તમને દેખાય.

લોકરમાં ના રાખો બિનજરૂરી વસ્તુ: ઘણી વાર આપણે લોકરમાં બિનજરૂરી વસ્તુ રાખીએ છીએ. વાસ્તુ શાસ્ત્ર અનુસાર લોકરમાં બિનજરૂરી વસ્તુ રાખવાનું ટાળો. તેની સાથે દસ્તાવેજ, ચાવીઓ અને ફોટા રાખવાનું પણ ટાળો.

લાલ કપડામાં રાખો કોળીઓને: વાસ્તુ શાસ્ત્ર અનુસાર એક લાલ કપડામાં સાત કોડીઓ બાંધી દો. તેને તમારા લોકરમાં મૂકી દો. માન્યતા છે કે તેવું કરવાથી સુખ- સમૃદ્ધિ તેમજ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

ભગવાન કૂબેરની રાખો મૂર્તિ: ભગવાન કૂબેરને ધન દેવતા માનવામાં આવે છે. તમારા લોકરમાં ભગવાન કૂબેરની એક મૂર્તિને યોગ્ય સ્થાને રાખો.ણ તેનાથી ધન લાભ થવાના યોગ બનશે. માન્યતા છે કે તેવું કરવાથી જીવનમાં આર્થિક ઉન્નતી થાય છે.