Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
તુલસીના સુકા માંજરનો આ ઉપાય રૂપિયાથી ભરી દેશે તમારી તિજોરી, અજમાવી જુઓ! - Gujarat Beat

તુલસીના સુકા માંજરનો આ ઉપાય રૂપિયાથી ભરી દેશે તમારી તિજોરી, અજમાવી જુઓ!

હિંદુ ધર્મ શાસ્ત્રોમાં તુલસીના છોડને પૂજનીય માનવામાં આવે છે. ઘણા દેવી- દેવતાઓની પૂજા તુલસીના પાંદડા વગર અધૂરી માનવામાં આવે છે. સાથે જ તુલસીના છોડના ઉપાય માં લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીના વિશેષ આશીર્વાદ મેળવવા માટે સારો ઉપાય છે.

તેવી જ રીતે તુલસીપણ ખૂબ મહત્વ છે. તુલસીની મંજરીના ઉપાય કરવાથી પૈસાની સમસ્યા હંમેશા માટે દૂર થઈ શકે છે. સાથે જ ઘરમાં ધન આવવાના નવા રસ્તા બને છે.

તુલસીના માંજરના અસરકારક ઉપાય: દર શુક્રવારે માં લક્ષ્મીજીને તુલસીની મંજરી ચઢાવો. તેનાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થશે અને ઘરમાં ખુબ જ ધન આવશે. ભગવાન વિષ્ણુજીને તુલસી ખૂબ જ પ્રિય છે. માન્યતા છે કે ભગવાન વિષ્ણુજીને મંજરી અર્પણ કરવાથી મોક્ષ મળે છે.

સાથે જ તુલસીના માંજર ભગવાન શિવજીને અર્પણ કરવામાં આવે તો વર્ષોથી અટકાયેલું ધન પણ મળી જાય છે. આવક વધે છે અને આર્થિક સમસ્યાઓ દૂર થાય. જો કે શિવજીને તુલસી ચઢાવવાની મનાઈ છે.

ધન મેળવવા અને તમારી તિજોરી હંમેશા ધનથી ભરેલી રાખવા માટે મંજરીને લાલ રંગના કપડામાં બાંધીને ધન રાખતા હોય તે જગ્યાએ રાખો. ઘરમાં હંમેશા પ્રગતી રહેશે અને પરિવારના સભ્યો ખૂબ સમૃદ્ધ થશે. જો બિનજરૂરી રીતે ખર્ચ થતો હોય તો ગંગાજળમાં

તુલસીના માંજર મિક્સ કરીને તે પાણી આખા ઘરમાં છાંટવું પરંતુ તે દરમિયાન ધ્યાન રાખવું કે મંજરીના દાણા પગ નીચે ના આવે. તેનાથી ઘરની નકારાત્મકતા દૂર થશે અને ધન હાનિ બંધ થશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)