તુલસીના સુકા પાંદડાનો આ ઉપાય બદલી દેશે ભાગ્ય, માં લક્ષ્મીની કૃપાથી હંમેશા ભરાયેલી રહેશે તિજોરી

હિંદુ ધર્મમાં તુલસીના છોડને ખૂબ જ શુભ અને પૂજનીય માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં માં લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજીની કૃપાથી કોઈ પરેશાની નથી આવતી. વાસ્તુશાસ્ત્રમાં કહેવાયું છે કે ભગવાન વિષ્ણુજીને તુલસીના પાન ચઢાવવાથી જ પૂજા પૂર્ણ થાય છે. એ જ રીતે લીલા પાંદડાની જેમ સૂકા પાંદડાનું પણ જ્યોતિષમાં વિશેષ મહત્વ છે. ચાલો જાણીએ.

જ્યોતિષ શાસ્ત્રમાં કહેવાય છે કે તુલસીના પાંદડા કયારેય પણ વાસી નથી થતા. તેમના ઉપાયથી જીવનની ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે. ચાલો જાણીએ તુલસીના સુકા પાંદડાનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે.

શ્રી કૃષ્ણજીને કરવો સ્નાન: જણાવી દઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન વિષ્ણુજીનું સ્વરૂપ છે. તેવી સ્થિતિમાં શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપની પૂજા કરીને અને તેમને સૂકા તુલસીના પાંદડાના પાણીથી સ્નાન કરાવવાથી પ્રસન્ન થાય છે. તેમજ જીવનમાં સુખ- સમૃદ્ધિ મળે છે.

ભગવાન શ્રી કૃષ્ણજીને ચઢાવો ભોગ: ભગવાન વિષ્ણુજી સાથે સાથે ભગવાન શ્રી કૃષ્ણજીને ભોજન અર્પણ કરતી વખતે તુલસીના પાંદડાનો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીના સૂકા પાંદડાને લગભગ ૧૫ દિવસ સુધી રાખી શકાય છે. તુલસીના પાંદડા ૧૫ દિવસ સુધી વાસી નથી થતા.

આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે: જો તમે લાંબા સમયથી પૈસાની તંગીથી પરેશાન છો અને તેનાથી છૂટકારો મેળવવા માંગો છો તો સૂકા તુલસીના પાંદડાને લાલ રંગના કપડામાં બાંધીને તિજોરીમાં રાખો. તેમ કરવાથી માં લક્ષ્મીજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે. આ ઉપાયથી જીવનમાં ક્યારેય પૈસાની અછત નહીં આવે.

વાસ્તુ દોષ દૂર કરવા માટે: જો ઘરમાં વાસ્તુ દોષ હોય કે નકારાત્મક ઉર્જા દૂર કરવી હોય તો એક વાસણમાં સૂકા તુલસીના પાંદડા અને ગંગાજળ મિક્સ કરો અને ત્યાર પછી તે પાણીનો આખા ઘરમાં છંટકાવ કરો. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)