Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
તુલસીમાં જળ અર્પિત કરતી વખતે બોલો આ મંત્ર, ૧ હજાર ગણી વધારે થશે સમૃદ્ધિની પ્રાપ્તિ.. જાણો નિયમ - Gujarat Beat

તુલસીમાં જળ અર્પિત કરતી વખતે બોલો આ મંત્ર, ૧ હજાર ગણી વધારે થશે સમૃદ્ધિની પ્રાપ્તિ.. જાણો નિયમ

સનાતન ધર્મમાં તુલસીનો છોડ જ્યાં ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તો તુલસીનો લીલો છોડ સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. હિન્દુ ધર્મમાં તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી તુલસી પૂજાને લઈને વાસ્તુમાં કેટલાક મહત્વપૂર્ણ નિયમો જણાવવામાં આવેલા છે. આ નિયમો અનુસાર તુલસીમાં જળ ચઢાવવાથી જ વ્યક્તિને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે.

વાસ્તુમાં પણ તુલસીના ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. તુલસીને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો જ શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેમજ તુલસીમાં પાણી આપતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસીની નિયમિત પૂજા કરવાથી દેવી લક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુની કૃપા પણ પ્રાપ્ત થાય છે. આવો જાણીએ તુલસીમાં પાણી આપવાના કેટલાક મહત્વપૂર્ણ નિયમો વિશે.

તુલસીમાં પાણી આપવાના નિયમોઃ શાસ્ત્રો અનુસાર સ્નાન કર્યા વિના તુલસીને સ્પર્શ કરવું એ પાપ માનવામાં આવે છે. તેથી હંમેશા સ્નાન કર્યા પછી જ તુલસીને જળ ચઢાવો. એવું માનવામાં આવે છે કે તુલસીને જળ ચઢાવતા પહેલા કંઈપણ ના ખાવું જોઈએ. તેવું પણ માનવામાં આવે છે કે તુલસીને જળ અર્પણ કરતી વખતે સિલાઈ વગરનું કપડું પહેરો અને તેને ધારણ કર્યા પછી જ જળ ચઢાવો.

એવું માનવામાં આવે છે કે રવિવારે તુલસીમાં જળ ના ચઢાવવું જોઈએ. તે દિવસે તુલસી માતા આરામ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એકાદશી પર પણ તુલસીને જળ ના ચડાવવું. એવું માનવામાં આવે છે કે આ દિવસે તુલસી માતા ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે. તુલસીમાં વધારે પાણી ના નાખો. સાથે જ એવું માનવામાં આવે છે કે સૂર્યોદય સમયે તુલસીમાં જળ ચઢાવવું શુભ માનવામાં આવે છે.

આ દિશામાં તુલસીનો છોડ લગાવવો શ્રેષ્ઠઃ વાસ્તુ નિષ્ણાતોનું માનવું છે કે તુલસીનો છોડ હંમેશા પૂર્વ દિશામાં લગાવવો જોઈએ. આ સિવાય ઉત્તર- પૂર્વ દિશામાં પણ તુલસીનો છોડ લગાવી શકાય છે. એવું માનવામાં આવે છે કે આ દિશામાં તુલસીનો છોડ લગાવવાથી સકારાત્મક ઉર્જા રહે છે અને છોડ લીલો રહીને શુભ ફળ આપે છે. પરંતુ તુલસીના છોડને ભૂલથી પણ દક્ષિણ દિશામાં ના લગાવવો જોઈએ.

જળ ચઢાવતી વખતે બોલો આ એક મંત્રઃ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીના છોડને જળ અર્પણ કરતી વખતે જો કોઈ વિશેષ મંત્રનો ઉચ્ચાર કરવામાં આવે તો સમૃદ્ધિનું વરદાન ૧ હજાર ગણું વધી જાય છે. એટલું જ નહીં આ મંત્રનો જાપ કરવાથી રોગ, દુ:ખ, બીમારી વગેરેથી પણ મુક્તિ મળે છે.

મંત્ર- महाप्रसाद जननी, सर्व सौभाग्यवर्धिनी आधि व्याधि हरा नित्यं, तुलसी त्वं नमोस्तुते।। (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)