તુલસીના પાંદડા નહીં મૂળ પણ છે ચમત્કારિક, આ કામ કરતા જ વરસવા લાગે છે ધન

હિન્દુ ધર્મમાં તુલસીને પૂજનીય માનવામાં આવે છે અને તેમને દેવી લક્ષ્મીજીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. તુલસીના અનેક ફાયદાઓને કારણે મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ હોય છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુજીને તુલસીની પૂજા, જળ અને તુલસી અર્પણ કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને દેવી લક્ષ્મી- નારાયણના આશીર્વાદ મળે છે. જયારે જ્યોતિષમાં તુલસીના પાન સાથે કેટલાક અસરકારક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેનાથી ભાગ્ય ચમકી શકે છે.

સફળતા મેળવવા માટે ઉપાય: કોઈ કામમાં સતત અસફળતાનો સામનો કરી રહ્યા છો તો તુલસીનું લગભગ બેથી ત્રણ ઇંચ જેટલું લાંબુ મૂળ ગંગાજળથી સાફ કરો. પછી તેની વિધિ- વિધાનથી પૂજા કરીને તેને પીળા કપડામાં બાંધીને પોતાની પાસે રાખી લો. તેનાથી કામમાં સફળતા મળશે.

ધન લાભ માટે: જો તમે પૈસાની તંગીથી છુટકારો મેળવવા ઈચ્છો છો અને તમારી આવક વધારવા ઈચ્છો છો તો દરરોજ સવારે તુલસીના છોડને જળ ચઢાવો. સાંજે દીવો પણ પ્રગટાવો. તે સાથે શુક્રવારે ગળામાં ચાંદીના લોકરમાં તુલસીના મૂળ પહેરો.

ગ્રહદોષ દૂર કરવા માટે: જો કુંડળીના ગ્રહો જીવનમાં અવરોધો ઉભા કરી રહ્યા છે તો તુલસીના છોડની પૂજા કરો અને તેના થોડા મૂળ કાઢી લો. પછી તેને લાલ કપડામાં બાંધીને પોતાની પાસે રાખો અથવા ચાંદીના લોકરમાં પહેરો. સમસ્યાઓમાંથી રાહત મળશે.

નકારાત્મકતા દૂર કરવા માટે: ઘર કે ઓફિસની નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે તુલસીના મૂળની માળા બનાવીને મંદિર કે ઓફિસના ટેબલ પર સારી રીતે રાખો. તેનાથી રાહત મળશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)