હિંદુ ધર્મમાં તુલસીના છોડનું પવિત્ર સ્થાન છે. માનવામાં આવે છે કે તુલસીના છોડમાં માતા લક્ષ્મીજીનો વાસ હોય છે. તુલસીની નિયમિત પૂજા કરવાથી માં લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. તેની સાથે ભગવાન વિષ્ણુજીની કૃપા પણ વરસે છે. લગભગ દરેક ઘરમાં તુલસીનો છોડ હોય છે. માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં સકારાત્મકતા રહે છે.
એવું પણ માનવામાં આવે છે કે તુલસીના મૂળમાં ભગવાન શાલિગ્રામનો વાસ હોય છે. શાલિગ્રામને ભગવાન વિષ્ણુજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તુલસી વિવાહના દિવસે શાલિગ્રામની સાથે તુલસીજીના વિવાહ કરવામાં આવે છે. આર્થિક સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે જ્યોતિષમાં ઘણી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ.
કાર્યમાં સફળતા મેળવવા: જો તમને સતત કોઈ નિષ્ફળતાનો સામનો કરવો પડી રહ્યો છે તો તુલસીના મૂળને થોડું લઈ તેને ગંગાજળમાં ધોઈ લો. ત્યાર પછી વિધિવત પૂજા કરીને તેને પીળા કપડામાં બાંધીને પોતાની પાસે રાખવાથી લાભ થશે.
ગ્રહોને શાંત કરવા માટે: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કુંડળીમાં રહેલા ગ્રહોના દોષોને દૂર કરવા માટે તુલસીની પૂજા કરો અને તેમાંથી કેટલાક મૂળ કાઢી લો. ત્યાર પછી તેને લાલ રંગના કપડા અથવા તાવીજમાં બાંધી દો. તેમ કરવાથી તમને જલ્દી લાભ મળશે.
તણાવ દૂર કરવા માટે: માનસિક શાંતિ અને તણાવથી રાહત મેળવવા માટે તુલસીના મૂળની માળા બનાવો. જો તમે ઇચ્છો તો તમે તેને બજારમાંથી પણ ખરીદી શકો છો. તેને હંમેશા ગળામાં પહેરો. તેમ કરવાથી તમને લાભ મળશે. સાથે જ તમને નકારાત્મક ઉર્જાથી પણ છુટકારો મળશે.
તુલસીના છોડ સાથે ઊગેલ છોડનું શું કરવું: ઘણી વખત તુલસીના કુંડામાં કોઈ પણ એક છોડ ઉગી જાય છે. ક્યારેક તુલસીનો બીજો છોડ બહાર આવે છે. તેવી સ્થિતિમાં અગિયારસના દિવસે તુલસીની પાસે તે છોડને બહાર કાઢીને પીળા રેશમી કપડામાં બાંધીને તિજોરીમાં સંતાડીને રાખો. તેમ કરવાથી તમારા ઘરમાં પૈસા અને ભોજનની ક્યારેય અછત નહીં આવે. તેમજ માં લક્ષ્મીજીની કૃપા જીવનભર બની રહેશે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પૃષ્ટિ નથી કરતું.)