હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ જણાવ્યું છે. તુલસીના છોડમાં દેવી લક્ષ્મીજીનો વાસ હોય છે. વાસ્તુ શાસ્ત્રમાં તુલસીના છોડ માટે સાચી દિશા વિશે જણાવ્યું છે. કહેવાય છે કે સાચી દિશામાં રાખવાથી માં લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ મળે છે.
હિંદુ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે. માન્યતા છે કે તેમાં દેવી લક્ષ્મીજીનો વાસ હોય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં નિયમિત રૂપથી તુલસીના છોડની પૂજા કરવામાં આવે છે અને સવાર- સાંજ દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં માં લક્ષ્મીજીનો વાસ થાય છે. વાસ્તુ શાસ્ત્રોમાં દિશા અને જગ્યા પર ભાર આપવામાં આવ્યું છે. ઘરમાં રાખેલ કોઈ પણ વસ્તુ સકારાત્મક પરિણામ ત્યારે જ આપે છે જયારે સાચી દિશા અને જગ્યા પર રાખવામાં આવે છે.
તુલસીના છોડની પૂજા કરવાથી માં લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુની કૃપા બની રહે છે પરંતુ વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડને રાખવા માટે ઘણા નિયમો જણાવવામાં આવ્યા છે. તેને અનુસરવાથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે અને જીવનભર તિજોરીમાં પૈસાની અછત નથી રહેતી.
આ દિશામાં ના લગાવો તુલસીનો છોડ: વાસ્તુમાં કહેવાયું છે કે ઘરની છત પર તુલસીનો છોડ ક્યારેય ના રાખવો જોઈએ. જો કોઈ તેમ કરે છે તો વ્યક્તિને અશુભ પરિણામોનો સામનો કરવો પડે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કેટલાક જાતકોની કુંડળીમાં બુધનો સંબંધ ધન સાથે હોય છે. જો આવા જાતકો તુલસીનો છોડ ધાબા પર રાખે છે તો વ્યક્તિને આર્થિક નુકસાન સહન કરવું પડે છે.
કહેવાય છે કે જે ઘરની છત પર તુલસીનો છોડ રાખવામાં આવે છે ત્યાં પક્ષીઓ કે કબૂતરો માળો બનાવે છે. તે છે અશુભ કેતુની નિશાનીનાં લક્ષણો છે. તે સિવાય એવું પણ કહેવાય છે કે જો ઘરની છત પર તુલસીનો છોડ રાખવામાં આવે તો ઘરની ઉત્તર દિશામાં કીડીઓ બહાર આવવા લાગે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર તુલસીનો છોડ પૂર્વ દિશામાં ના રાખવો જોઈએ. તેમ કરવાથી વ્યક્તિને વ્યાપારમાં નુકસાન થાય છે. પરિવાર પર નકારાત્મક અસર પડે છે. તુલસીના છોડને દક્ષિણ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવાનું ટાળવુ જોઈએ.
આવી રીતે લગાવો તુલસીનો છોડ: ઘરની ઉત્તર દિશામાં તુલસીનો છોડ લગાવવો ઉત્તમ છે. જો ઉત્તર દિશામાં રાખવો શક્ય ના હોય તો ઇશાન ખૂણામાં રાખી શકાય છે. તેનાથી ઘરમાં સુખ- સમૃદ્ધિનો વાસ થાય છે. તુસીનો છોડ ગુરુવારે લગાવવામાં આવે છે. તેનાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ પણ મળે છે. જો શનિવારે તુલસીનો છોડ લગાવવામાં આવે તો વ્યક્તિની આર્થિક તંગી દૂર થાય છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)