ખૂબજ ચમત્કારિક છે તુલસીનો આ ઉપાય, બસ દિવો પ્રગટાવતી વખતે કરેલું આ નાનું કામ બનાવશે લખપતિ

હિંદુ ધર્મમાં તુલસીના છોડને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીજીનો વાસ હોય છે. તેથી જો નિયમિત રૂપથી તુલસીની પૂજા કરવામાં આવે તો ઘરમાં સ્થાઈ રૂપથી દેવી લક્ષ્મીજીનો વાસ થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે તુલસીના છોડમાં દેવી લક્ષ્મીજી સાથે ભગવાન વિષ્ણુજીનો પણ વાસ થાય છે. તુલસીના મૂળમાં ભગવાન શાલીગ્રામનો વાસ હોય છે.

જ્યોતિષ શાસ્ત્રોમાં તુલસીના છોડના કેટલાક ઉપાયો વિશે જણાવ્યું છે. કહેવાય છે કે આ ઉપાયો કરવાથી દેવી લક્ષ્મીજી અને ભગવાન વિષ્ણુજી પ્રસન્ન થઈને ઘરમાં વાસ કરે છે અને ભક્તોની દરેક સમસ્યા દૂર કરે છે. ઘરના સભ્યોને દરેક ક્ષેત્રમાં પ્રગતિ મળે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તુલસીના છોડની પૂજા સાથે કેટલીક વસ્તુ કરવામાં આવે તો દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

તુલસીના છોડમાં આવી રીતે પ્રગટાવો દીવો: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જે ઘરોમાં નિયમિત રૂપથી તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં દેવી લક્ષ્મીજીનો વાસ હોય છે. ઘીનો દીવો પ્રગટાવવાની સાથે- સાથે તેમાં હળદર પણ ઉમેરી શકો છો. તેનાથી વ્યક્તિને પૈસાની તંગીથી છુટકારો મળે છે અને વ્યક્તિને ધનલાભ થાય છે.

લોટનો દીવો પ્રગટાવો: શાસ્ત્રો અનુસાર તુલસીના છોડ પાસે લોટનો દીવો પ્રગટાવો. ત્યાર પછી તે દીવો ગાયને ખવડાવો. ધાર્મિક શાસ્ત્રોમાં તુલસીના છોડને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી લક્ષ્મીજીની સાથે દેવી અન્નપૂર્ણાના આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે. તેનાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ મજબૂત થાય છે.

દીવા નીચે અક્ષતનો ઢગલો કરો: હિંદુ ધર્મમાં અક્ષતને ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેના માટે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવતી પહેલા થોડું અક્ષત જરૂર રાખો. અક્ષતનું આસન કરવાથી શુભ ફળ મળે છે. તેનાથી વ્યક્તિની દરિદ્રતા દૂર થાય છે અને દેવી લક્ષ્મીજી પ્રસન્ન થાય છે.

તુલસીના છોડની પૂજા સમયે રાખો ધ્યાન: સવારે તુલસીની પૂજા કર્યા પછી તેમાં જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ. એ વાતનું પણ ધ્યાનમાં રાખો કે તુલસી પૂજા સ્વચ્છ કપડા પહેરીને જ કરવી જોઈએ. તુલસીના છોડ નીચે નિયમિત દીવો પ્રગટાવો. તેમ કરવાથી ઘરમાં દેવી લક્ષ્મીજીનો વાસ રહે છે અને વ્યક્તિના જીવનમાં પૈસાની અછત નથી રહેતી.

શાસ્ત્રો અનુસાર રવિવાર અને અગિયારસના દિવસે તુલસીના છોડમાં પાણી ના ચઢાવવું જોઈએ. એટલું જ નહીં તે દિવસે તુલસીના પાંદડા પણ ના તોડવા જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસીની નિયમિત પૂજા કરવાથી જીવનમાં ચાલી રહેલી પરેશાનીઓમાંથી છુટકારો મળે છે. (ડિસ્ક્લેમર: અહી આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)