વાસ્તુ શાસ્ત્ર મુજબ જે ઘરમાં સ્વચ્છતાના નિયમોનું ધ્યાન રાખવામાં આવે છે ત્યાં હકારાત્મક ઊર્જા હંમેશા રહે છે. તેમજ તેનાથી ઘણા રોગો સામે પણ રક્ષણ રહે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ દરરોજ ઘરમાં સાફ સફાઈ રહે તો માતા લક્ષ્મી રાજી થાય છે અને ઘરના સભ્યો ઉપર તેમની કૃપા અને આશીર્વાદ રહે છે.
જો કે પોતું કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. વાસ્તુ શાસ્ત્ર મુજબ દરેક વ્યક્તિએ ઘરમાં સ્વચ્છ કપડા અને શુધ્ધ પાણીથી પોતુ કરવું જોઈએ. જો તમે આ પાણીમાં મીઠું ઉમેરી દો છો તો ઘરમાં બરકત આવે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ મીઠા યુક્ત પાણીથી પોતુ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
આ સાથે ઘરમાં વારંવાર આવતી બીમારીઓ પણ દૂર થાય છે. મીઠા યુક્ત પાણીથી પોતુ કરવાથી નકારાત્મક ઉર્જા દુર થાય છે. આ સાથે ઘરના સભ્યોની કાર્યક્ષમતા પણ વધે છે. જો તમારે પૈસા સંબંધિત સમસ્યાઓ છે તો પણ તે દૂર થઈ જાય છે.
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં દરરોજ ઘરમાં મીઠાના પાણીથી પોતું કરવાથી નકારત્મક ઊર્જા દૂર થાય છે અને આનાથી ઘરના સભ્યોને આળસ જેવી ટેવથી રાહત મળે છે. તેનાથી ઘરના દેવાની સમસ્યાથી રાહત મળે છે.