એવું કહેવાય છે કે પૈસાનો સબંધ મૂલ્યો સાથે હોય છે. વ્યક્તિની પાસે જેટલી સંપત્તિ હશે તેટલી જ તે વ્યક્તિ વધુ શક્તિશાળી હશે. ઘણી વખત ઘરના ખરાબ વાસ્તુને કારણે મહેનત કર્યા પછી પણ આર્થિક તંગી રહે છે. જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો એક રૂપિયાનો સિક્કો આ સમસ્યાઓને દૂર કરી શકે છે. આવો જાણીએ કિન્નરો સાથે જોડાયેલી જાણકારી.
પૈસાની અછતઃ શાસ્ત્રો અનુસાર કિન્નરોની દુઆને સૌથી અસરકારક માનવામાં આવે છે. ઉપરાંત કિન્નરને કરવામાં આવેલ દાન અક્ષય પુણ્ય પ્રદાન કરે છે. એવું માનવામાં આવે છે કે જો પૈસા સંબંધિત કોઈ સમસ્યા હોય, તો તમારે બુધવારે કોઈ પણ કિન્નર પાસેથી એક રૂપિયાનો સિક્કો માંગી લેવો.
જો તેઓ ખુશીથી તમને સિક્કો આપે તો સમજવું કે તમારું ભાગ્ય બદલાવાનું છે. તેને લીલા કપડામાં લપેટીને તમારા પર્સમાં અથવા તિજોરીમાં રાખી દો. તેમ કરવાથી ધનની કમી ક્યારેય નહીં થાય.
બરકત માટે: જો તમને બુધવારના દિવસે કિન્નર મળી જાય, તો તેમને તમારી ક્ષમતા અનુસાર થોડું દાન જરૂરથી આપો. આ દિવસે કિન્નરોને ક્યારેય ખાલી હાથે ના જવા દેવા. બરકત જતી રહે છે.
સમૃદ્ધિઃ જો બુધવારના દિવસે કિન્નર ઘરે આવે તો તેમને કપડાંનું દાન કરો, તેનાથી જીવનમાં પણ સુખ- સમૃદ્ધિ આવે છે. ધ્યાન રાખો કે કપડા ફાટેલા કે પહેરેલા ના હોય તો આ અપશુકન હોય છે. આ દિવસે તેમને લીલા રંગની વસ્તુઓ અર્પણ કરવાથી બુધ ગ્રહ બળવાન બને છે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ગુજરાત બીટ કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીની પુષ્ટિ નથી કરતું. કોઈપણ જાણકારી કે માન્યતાને અમલમાં લાવતા પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.