Deprecated: Function WP_Dependencies->add_data() was called with an argument that is deprecated since version 6.9.0! IE conditional comments are ignored by all supported browsers. in /home/u259137510/domains/gujaratbeat.com/public_html/wp-includes/functions.php on line 6131
અઠવાડિયાના આ દિવસે વાળ કપાવવા સૌથી શુભ! અચાનક મળે છે ઘણા બધા પૈસા, મોટી સફળતા! - Gujarat Beat

અઠવાડિયાના આ દિવસે વાળ કપાવવા સૌથી શુભ! અચાનક મળે છે ઘણા બધા પૈસા, મોટી સફળતા!

હિન્દુ ધર્મમાં સુખી- સમૃદ્ધ જીવન જીવવા માટે અમુક નિયમોનું પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. તેમાં નખ અને વાળ કાપવાનો યોગ્ય સમય અને દિવસનો પણ સમાવેશ થાય છે. સામાન્ય રીતે લોકો રજાના દિવસે અથવા સાંજે ફ્રી સમય મળે ત્યારે તેમના નખ અને વાળ કાપી અથવા કપાવી લે છે, જ્યારે તેમ કરવાથી તેમના જીવનમાં પૈસાની ખોટ સહિત ઘણી સમસ્યાઓ થાય છે. બીજી તરફ, યોગ્ય દિવસે વાળ કપાવવાથી પૈસા અને પ્રગતિ મળે છે.

વાળ કાપવા- કપાવવા માટે કયો દિવસ શુભ છે? સોમવાર- સોમવારે વાળ કપાવવા સારા નથી. સોમવારે વાળ કાપવાથી બાળકના જીવનમાં સમસ્યાઓ આવે છે, તેને માનસિક નબળાઈનો સામનો કરવો પડે છે.

મંગળવાર- મંગળવારે વાળ કપાવવાથી ઉંમર ઓછી થાય છે. તેમજ અકાળ મૃત્યુનો ભય રહે છે. બુધવાર- નખ અને વાળ કાપવા માટે બુધવાર ખૂબ જ શુભ હોય છે. બુધવારે વાળ કપાવવાથી જીવનમાં સંપત્તિ વધે છે, કરિયરમાં પ્રગતિ થાય છે.

ગુરુવાર- ગુરુવારે ક્યારેય પણ વાળ ના કપાવો. ખાસ કરીને મહિલાઓએ આ દિવસે ભૂલથી પણ પોતાના વાળ અને નખ ન કાપવા જોઈએ. તેનાથી પરિવારમાં સંકટ આવી શકે છે. પૈસા અને માનમાં ઘટાડો થાય છે. સારું નસીબ બદનસીબમાં ફેરવાય છે.

શુક્રવાર: વાળ કાપવા અને નખ કાપવા માટે શુક્રવાર સૌથી શુભ દિવસ છે. શુક્રવારે વાળ કાપવાથી ધન- સમૃદ્ધિ, સુંદરતા વધે છે. શનિવાર- શનિવારનો દિવસ વાળ કાપવા ખૂબ જ અશુભ છે. તેવું કરવાથી શનિદેવ ગુસ્સે થાય છે. જીવનમાં ઘણી સમસ્યાઓ આવે છે. અકાળ મૃત્યુ, અકસ્માત થવાની શક્યતાઓ છે.

રવિવાર- રવિવારના દિવસે ક્યારેય વાળ ના કાપવા કે કપાવવા, તેમ કરવાથી ધન, બુદ્ધિ અને ધર્મનો નાશ થાય છે. (ડિસ્ક્લેમર: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ગુજરાત બીટ તેની પુષ્ટિ નથી કરતું.)eek days